Abtak Media Google News

તા.1લીમે ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢથી પ્રસ્થાન થઈ 1800થી વધુ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી

દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાની 16 દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી રથનું રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા.ગુજરાતના સ્થાપના દિવસે 1લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો. રાજયભરમાં અંદાજે 1,900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા ઉતર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાંથી આજે સોમનાથ દાદા સાનિધ્યમાં રાત્રીરોકાણ કરશે

ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર  કરી છે.  એકતા યાત્રા કરણી રથનું અંદાજે 500 થી વધુ કાર, જીપો, ટુવ્હીલરો,  જોડાય હતા. એકતા યાત્રાનું સામાજિક,  રાજકીય સંગઠનો, સંતો-મહંતો, આગેવાનો, વિવિધ સમાજ સંગઠનો, સંસ્થાઓ દ્વારા કુમકુમ તિલક, ફુલહાર, ઢોલનગારા, ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું  ગામડેથી લઇ શહેરોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા, પ્રભારી ભરતભાઈ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા, પૃથ્વીસિંહ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઈ ખાચર, શીવરાજભાઈ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, સતુભા જાડેજા, જગદીશસિંહ જાડેજા, માણસુરભાઈ વાળા, ગજુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને સત્યજીતસિંહ જાડેજા સહિતના ઓએ જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.