Abtak Media Google News

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ગઠબંધનના તોડજોડનો માહોલ હવે ધીરે ધીરે રંગ લાવશે

ગુજરાતના રાજકારણમાં ઓવેસીની એમીમની એન્ટ્રીનો તખ્તો ગોઠવાયાના અહેવાલે રાજકીય ગરમાવો ફેલાવ્યો છે. રાજકારણમાં કહેવત છે કે, કોઈ કોઈનો દૂશ્મન કે મિત્ર કાયમી હોતો નથી, દરેકને બસ પોતાનું હિત હોય છે. ગુજરાતના રાજકારણમાં આદિવાસી અને પછાત વર્ગના લોકો પર પ્રભુત્વ ધરાવતા છોટુભાઈ વસાવાએ ગુજરાતમાં ઓવેસીના પક્ષનો હાથ પકડયાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય સમીકરણોમાં સખડ-ડખળ અને શાંત નિરમા વમળ જેવી રાજકીય ઘટનાક્રમનો પ્રારંભ થયો છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષ પોત-પોતાની તાકાત બતાવવા માટે આયોજનબદ્ધ રણનીતિમાં આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય પક્ષો પણ ગુજરાતના રાજકારણમાં પણ પોતાના લાભની ચાંચ ડુબાવવા માટે સક્રિય બન્યા છે. લોકસભામાં આગળીના વેઢે ગણાય તેટલી બેઠકો ધરાવતા ઓબેસીના રાજકીય પક્ષે ગુજરાત તરફ નજર દોડાવી છે. છોટુભાઈ વસાવાએ ઓવેસીના પક્ષનો હાથ જાલ્યાના અહેવાલો મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.