પ્રાણવાયુએ ‘પ્રાણ’ હરતા સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ: સુપ્રીમે સરકારને જારી કર્યા આ આદેશ

0
22

દેશમાં કોરોના દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યો છે, સ્થિતિ કાબુની બહાર-મહામારીના મહાસંકટને લઈ સુપ્રીમ ચિંતિત 

સુપ્રીમના સખ્ત વલણ બાદ મોદી સરકાર એકશનમાં; તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

કોરોના વાયરસના કારણે વિશ્વભર કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગના દેશોની સ્થિતિ કથળતી બનતી જઈ રહી છે. એમાં પણ ભારતમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. કોરોના દેશમાં દરરોજ નવો આંકડો પાર કરી રહ્યો છે. મહામારીના આ સંકટમાં કેસ વધતા દર્દીઓનાં મોતના આંકડો પણ વધ્યો છે. આ મહાસંકટ વચ્ચે હોસ્પિટલોમાં બેડ, ઓકિસજનની અછત સર્જાતા દેશમાં પરિસ્થિતિ વણસી છે. આ સંકટ મુદે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી કેન્દ્ર સરકારને ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં જે પરિસ્થિતિ છે. એના પરિરામ સ્વરૂપ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ ચૂકી છે. કોરોનના વધી જઈ રહેલા ધમાસાણને નાથવા કેન્દ્ર સરકારની આગામી રણનીતિ શું છે?? સરકારે આગવી રણનીતિના ભાગરૂપે કોઈ પ્લાન ઘડી કાઢ્યો છે. કે કેમ?? બેકાબુ બનેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકાર કયા કયા પગલા ભરવા સજજ છે?? વગેરે જેવા પ્રશ્ર્નો કરી સુપ્રીમ કોર્ટે સરકારને 24 કલાકની અંદર ‘રાષ્ટ્રીય આયોજનનીતિ’ રજૂ કરવા આદેશ જારી કર્યા છે. ગઈકાલે થયેલી સુનાવણીમાં સુપ્રીમે આ હુકમ જારી કર્યો હતો. ત્યાર આ મુદે આજરોજ સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થવાની છે.

ઓકિસજનનો પૂરવઠો દવા, રસી અને સારવાર પર 24 કલાકમાં પ્લાન ઘડી આપો-સુપ્રીમનો મોદી સરકારને આદેશ

એક તરફ કોરોના થમવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ આરોગ્યની સેવાઓ સામે મોટો પડકાર ઉભો થયો છે. બીજીલહેરે સેંકડો દર્દીઓના‘પ્રાણવાયુ’ હર્યા છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારને 24 કલાકમાં પ્લાન ઘડી આપવા આદેશ કર્યો છે.

કપરાકાળમાં ‘ઈમરજન્સી સેવાઓની’ ઘટ ચલાવી ન લેવાય સરકાર તાત્કાલીક પગલા ભરે -સુપ્રીમ

ઓક્સિજન, દવાઓ, સારવાર અને રસીના પુરવઠા એમ આ ચાર મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપી રણનીતિ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે. દેશના આરોગ્ય માળખા પર ઘણા પડકારો આવી પડ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એલ.એન.રાવ અને એસ. રવિન્દ્ર ભટની ખંડપીઠે સુનાવણી દરમિયાન  કર્યું કે શુક્રવાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા યોજના રજૂ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે વકરતા કોરોનાએ દેશના ઘણા રાજ્યોની સરકારોને પણ દોડતી કરી દીધી છે અને ચિંતામાં મૂકી દીધી છે. ઓક્સિજન, રેડેસીવીર ઇન્જેક્શન વગેરેની અછત સર્જાતા દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કલકત્તા, અલ્હાબાદ અને ગુજરાતની હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી ચાલુ જ છે. આ હાઈકોર્ટ દ્વારા અપાયેલા આદેશોનો ઉલ્લેખ કરતાં ખંડપીઠે કહ્યું કે તેઓએ કેટલાક આદેશો પસાર કર્યા છે જેનાથી લોકોને ચોક્કસ સમૂહમાં સેવાઓ આપવાના વેગ અને અગ્રતા મળી શકે છે. પરંતુ આ કામગીરી ધીમી થઈ રહી છે. જેમાં સુધારો કરવાની કેન્દ્ર અને રાજ્ય એમ બંનેએ જરૂર છે. આ તમામ રાજ્ય અને સંઘ પ્રદેશોને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી હુકમન પાલન કરવા ન કરવા મુદ્દે શો-કોઝ નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં પણ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. પ્રાણવાયુની અછતના કારણે દર્દીઓના થઈ રહેલા મોત અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ લોકડાઉનની જાહેરાત કરવા માટે ઉચ્ચ ન્યાયાલયની શક્તિ સંબંધિત પરિબળોની પણ તપાસ સુપ્રીમ કોર્ટ કરશે તેમ ખંડપીઠે જણાવ્યું છે. આ મુદ્દે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે. આગામી મંગળવાર સુધી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here