હવે પ્રાણવાયુનું ઉત્પાદન “લાલગ્રહ” પર થશે, NASAને મળી મોટી સફળતા

0
38

U.S.A સ્પેસ એજન્સી NASAનું પર્સિવરેસ રોવર(Perseverance rover) દરરોજ ઇતિહાસ બનાવવામાં મદદ કરે છે. NASAએ કહ્યું કે, ‘છ પૈડાંવાળા રોવર મંગળ(Mars)ના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને તેને ઓક્સિજન(Oxygen)માં બદલ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ બીજા ગ્રહ પર આવું થયું છે. આ રીતે, માનવતાએ મંગળને તેનું બીજું ઘર કહેવા તરફ એક વધુ પગલું ભર્યું છે. આ ટેક્નિકથી મંગળ પર સ્થપાયેલી પ્રથમ કોલોનીમાં ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત થઈ શકે છે.’

NASAના સ્પેસ ટેકનોલોજી મિશનના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર જિમ ર્યુટરે જણાવ્યું હતું કે, ‘મંગળ પર કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં તે મંગળ પર માનવ સંશોધનનો માર્ગ ખોલશે. આ ટેક્નિક દ્વારા, અવકાશયાત્રીઓને ભવિષ્યમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન પ્રદાન કરી શકાશે.’

MOXIE(મંગળ ઓક્સિજન ઇન-સીટુ રિસોર્સ યુટિલાઇઝેશન પ્રયોગ)એ કારની બેટરીના કદનું સોનેરી બોક્સ હોય છે. જેને રોવરની જમણી બાજુએ રાખવામાં આવેલું હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડ પરમાણુઓને અલગ કરવા માટે વીજળી અને રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ એક કાર્બન અણુ અને બે ઓક્સિજન અણુથી બનેલો છે. તે બાયપ્રોડક્ટ તરીકે કાર્બન મોનોક્સાઇડ પણ બનાવે છે.

MOXIEએ પ્રથમ વખત પાંચ ગ્રામ ઓક્સિજન તૈયાર કર્યું. સામાન્ય પ્રવૃત્તિ કરતી વખતે અંતરિક્ષયાત્રીને 10 મિનિટ સુધી ચાલે એટલો આ ઓક્સિજન છે. આ ઉપકરણના ઇજનેરોએ હવે વધુ પ્રમાણમાં ઓક્સિજન તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. તેને એક કલાકમાં 10 ગ્રામ જેટલું ઓક્સિજન ઉત્પન્ન કરવામાં સક્ષમ બનાવવામાં આવ્યું છે. MOXIE ની રચના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કરવામાં આવી છે. MOXIE 1,470 ° F (800 સેલ્સિયસ) તાપમાન પણ સહન કરી શકે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here