Abtak Media Google News

ગુનામાં સંડોવાયેલા તસ્કરોને છાવર્યા અને મુદામાલ કબ્જે કરવામાં ટેકનીકલ ક્ષતિ બદલ ડી.જી. દ્વારા કરાઇ કાર્યવાહી

રાજકોટ જીલ્લાના જસદણ ખાતે વર્ષ 2017 માં ગોડાઉનમાંથી રૂા.1.28 કરોડની 640 રૂની ગાંસડીની ચોરીના ગુનાની તપાસમાં ગંભીર બેદરકારી દાખવ્યાનુ ખુલતા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જસદણના પોલીસ ઈન્સ્પેકટર કે.એન. રામાનુજને ફરજમાંથી મુક્ત કરતાના હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.વધુ વિગત મુજબ જસદણ ખાતે શંભુભાઈ જેરામભાઈ વઘાસીયાના ગોડાઉનમાંથી રૂા.1.28 કરોડની 640 રૂની ગાંસડીની ચોરીની તા.25-11-17 ના રોજ જસદણ પોલીસ મથકના ચોપડે ફરીયાદ નોંધવામાં આવી હતી. જે ગુનાની તપાસ પી.આઈ. કે.એન.રામાનુજ દ્વારા કરવામાં આવી રહી હતી.તપાસ દરમ્યાન હડમતાળાવાળા શેનગસીંગ ભટ્ટી અને ડુંગરસીંગ ભટ્ટી તેમના ઠેકેદારો દ્વારા જસદણ ગોડાઉનમાંથી ટ્રકમાં ગાંસડી ભરવા મોકલેલા હતા. તેણે કોના કહેવાથી મજુરોને મોકલ્યા તેની કોઈ તપાસ કરી નથી. તેમજ અજીત કોટેક્ષ ગોડાઉનના માલીક ગોકળભાઈની આ ગુનામાં કોઈ સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી નથી ગુનાને કામે રૂા.14.20 લાખની કિંમતનો 71 રૂની ગાંસડી અને બે વાહન કબ્જે કર્યા પરંતુ કેસ ડાયરીમાં કોઈ ઉલ્લેખ કરેલ નથી ઘટના સ્થળે મજુરો અને અન્ય ત્રણ લોકો ભાગી ગયેલ છે તે કોણ હતા તેમજ ચોરીમાં સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ થયેલ નથી. ત્રણ ટ્રક સાથે 450 રૂની ગાંસડી કબ્જે કરી મુદામાલ પાવતીની નોંધ કેસ ડાયરીમાં કરેલ નથી.

અજીત કોટેક્ષના માલીક ગોકળભાઈ અને ભાવેશભાઈ ચોવટીયાની તા.19-1-18 સુધી પુછપરછ કે નિવેદન લીધેલ નથી તેમજ અટક કરવાની કોઈ કાર્યવાહી કરી નથી અજીત કોટેક્ષના સિકયુરીટી ગાર્ડના નિવેદનમાં કારમાં ત્રણ માણસો આવેલ તેની પાછળ પાંચ ટ્રક રૂની ગાંસડી ભરીને આવેલ અને અજીત કોટેક્ષના ગોડાઉનમાં ઉતારી જતા રહ્યા હતા. અને કારમાં ખરેખર બે હતા કે ત્રણ તેમજ બાઈક પર આવેલ શખ્સની ચોરીના ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી નથી.

ચોરીના ગુનાની તપાસમાં ફરીયાદી અને સાહેદોના નિવેદનમાં 8 ટ્રકમાં ગાંસડી ભરી લઈ ગયેલ છે તો 4 ટ્રક કબ્જે કરેલ છે બાકીના 4 ટ્રક તથા મુદામાલ કબ્જે કરવા કોઈ કાર્યવાહી કરી નથી. ટ્રકના માલીકો અને ડ્રાઈવરોની આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી નથી.

જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા વિધીસરની ખાતાકીય તપાસમાં ફરજમાં કે.એન.રામાનુજે બેદરકારી દાખવ્યાનુ ખુલતા જે રીપોર્ટના આધારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા તાત્કાલીક અસરથી જસદણ પી.એસ.આઈ. કે.એન.રામાનુજને ફરજમાંથી મુક્તિ આપવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.