Abtak Media Google News

સુશોભિત બદળગાડા, કળશ બેડાધારી બહેનો બેન્ડ પાર્ટી તેમજ ઘુંવાડાબંધ ગામ જમણ જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા

જશાપર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પી.એમ. ટ્રસ્ટ નવનિર્મિત માલીનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ અને પ્રાથમિક શાળાનો ઉદઘાટન ઉતસવ પૂ. ધીરગુરુદેવ તથા પૂ. ગુણીજી મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં શાનદાર ઉજવાયેલ.

ઉદધાટન ઉત્સવ પૂર્વે પ્રેમ ચબુતરાથી સુશોભિત બળદ ગાડા કળશ બેડાધારી બહેનો સહિત બેન્ડ પાર્ટીએ રંગ જમાવ્યો હતો. પ્રાથમિક શાળાની માલીનીબેન અને ઉમેશભાઇ સંઘવી, કમલેશ શાહ, જગદીશ ઝોંસા, ભાવિક શાહ, નારણ ગાગલીયા, કે.ડી. કરમુર, કુંદનબેન દોશી, અનિલ મણિયાર વગેરેના હસ્તે ઉદઘાટન વિધિ મંત્રોચ્ચાર બાદ જૈન જયંતિ  શાસનમના જયનાદે સંપન્ન થયેલ.

Img 7617

સમારોહ મઘ્યે પૂ. ગુરુદેવે કારીગરોની ભાવનાને બિરદાવતા જણાવેલ કે સુંદર સર્જનના ખરા હકકદાર મજદૂરો ઇમાનદારી છે. શાસનના કાર્ય વફાદારીથી કરવામાં આવે તો જીવન ધન્ય બન્યા વિના રહે નહી.

સમારોહ સંઘપતિ ઉર્વિશભાઇ વોરા, સમીરભાઇ શાહ તેમજ વિક્રમ માડમ, દાતા પરિવાર વિરલ પુરોહિત વગેરેનું સન્માન પ્રવીણભાઇ કોઠારી, હરેશભાઇ વોરા, મનહરભાઇ મણિયાર, હિતેશ મણિયાર વગેરેના હસ્તે કરવામાં આવેલ.ઘુંવાડાબંધ ગામ જમણ અને મસ્કત ગોંડલ, મુંબઇ, સુરત, અમદાવાદ, બરોડા, ધંધુકા, જામનગર, રાજકોટ, લાલપુર, ભાણવડ, કલકતા, જામજોધપુર, ઉપલેટા, કાટકોલા, કલ્યાણપુર, વગેરે ગામના ભાવિકોએ ગ્રામજનોની વ્યકિતને બિરદાવી હતી. સૂત્ર સંચાલન ધીરજ છેડા અને સ્વાગત પ્રવચન જશવંત મણિયારે કરેલ. આભાર વિધિ કે.ડી. કરમુરે કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મયુર જાંબુડીયા, મયુર ભોગાયતા, રાજસી સાંજવા, ભીખુ કરમુર, મનસુખ કરમુર, કમલેશ સાંજવા, દેવશી વાઢિયા, મયુર પટેલ વગેરે તેમજ નામી અનામી કાર્યકરોએ અથાગ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.