Abtak Media Google News
  • શ્રી ડુંગર ગુરુવે નમો નમઃ
  • શ્રી નરેન્દ્રમુનિ ગુરુવે નમો નમઃ

ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. જયા-વિજ્યાબાઈ મહાસતીજીના આજ્ઞાનુંવર્તિ પરમ પૂજ્ય ચંદ્રિકાબાઈ મહાસતીજીએ (જેમનો દીક્ષા પર્યાય 59 વર્ષ છે.) આજરોજ તારીખ. 15/08/2024 ગુરૂવારે સ્વાધ્યાય પ્રેમી પરમ પૂજ્ય શ્રી પંથકમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી સંયમવરિષ્ઠા બાલબ્રહ્મચારી ઉષાબાઈ મહાસતીજી આદિ ઠાણા-30 તથા સંપ્રદાય પ્રમુખશ્રી અશોકભાઈ કોઠારી મંત્રીશ્રી કમલેશભાઈ સંઘાણી તથા શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં તારીખ બપોરે 1-00 કલાકે નમસ્કાર મહામંત્ર તથા માંગલિકના શ્રવણ સાથે સંથારાના પચ્ચખાણ કરી સંથારો ગ્રહણ કરાવેલ

ત્યારબાદ પુ. પંથકમુની મહારાજ તથા સંઘાણી સંપ્રદાયના બા. બ્ર. ઉષાબાઈ મહા. આદિ ઠાણા 30 ની નિશ્રામાં નવકાર મહામંત્ર તથા લોગ્ગસ્સ ના શ્રવણ સાથે બપોરે 4.15 કલાકે સંથારો સિઝીને સમાધિ મરણ પામેલ અને સંપ્રદાય પ્રમુખ અશોકભાઇએ સંત સતીજીઓ સાથે વિચાર વિર્મશ કરીને સાંજે 6-30 કલાકે પાલખીયાત્રા નું નક્કી કરેલ.

ત્યારબાદ ગોંડલના પાંચેય સંઘના શ્રાવક, શ્રાવિકાઓ રાજકોટ, મોરબી ના ભાવિકો, તથા સંઘાણી કુટુંબના મહાનુભાવો તેમજબા.બ્ર. ચંદ્રિકાબાઈ મહા.ના પરિવારના સદસ્યો સ્વામીના દર્શનાર્થે પધારેલ ત્યારે ગુરુવર્યો ની હાજરીમાં અશોકભાઇએ ચાર કળશ જ્ઞાન, દર્શન ,ચરિત્ર, તપ તેમજ પાંચમા કળશ મોક્ષ એમ પાંચેય કળશ ની ઉછામણી કરાવેલ જેમનો લાભ અનુક્રમે શ્રી જીજ્ઞેશભાઇ અંબાદતભાઈ શુક્લ, બા. બ્ર. ચંદ્રિકાબાઈ મહા. નો પરિવાર, કમલબેન મુકુંદભાઈ પારેખ, ચીમનલાલ અમૃતલાલ સંઘાણી તેમજ મોક્ષનો કળશ મયુરીબેન રાજેશભાઈ શાહ એ લીધેલ ત્યારબાદ ગોંડલ સંઘાણી સંઘના કારોબારી મેમ્બરોએ શાલ ઓઢાડેલ, તેમજ નવાગઢ સંઘ, મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ સંઘાણી સ્થા. જૈન સંઘ, સંઘાણી કુટુંબ , તેમજ સ્વામીના પરિવારે પણ શાલ ઓઢાડેલ અને ત્યારબાદ જય જય ભદા, જય જય નંદાના નર સાથે વિશાળભાવિકો સાથે પાલખી યાત્રા મુક્તેશ્વર ધામ પહોંચી અને તેમના પરિવારના સભ્યોએ અગ્નિદાહ આપેલ , તેમજ ગુણાનુવાદ સભા તા. 16-08-2024 ને ગુરુવારે દાદા ડુંગર ગુરુ ઉપાશ્રયે સવારે 9.30 કલાકે રાખવાનું જાહેર બિપીનભાઈ શેઠે જાહેર કરેલ

તે સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારીની યાદી જણાવે છે. મો. 9978950923

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.