પડધરી: જીવાપર ગામે લમ્પી રોગ થી 10 બળદના મોત

ગુજરાતના અનેક શહેરો અને તાલુકા અને મથકોમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.ત્યારે રાજકોટ ના પડધરી નજીક આવેલુ  જીવાપર ગામમાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યુ છે. આ ગામમાં એક સાથે લમ્પી રોગના કારણે ૧૦ બળદના મોત થયા.

ગુજરાતના 14 જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરિક્ષકો દ્વારા સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે અને વિશેષ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા વધારાના 267 આઉટસોર્સડ પશુચિકિત્સકોને સેવા લીધી છે. લમ્પી વાયરસના લીધે 990 પશુઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. તેમજ અત્યાર સુધી 37,121 પશુઓને સારવાર આપવામાં આવી છે.