Abtak Media Google News

આગામી 2022 ની ચૂંટણીને લઈને બધાજ પક્ષોએ પોતાની વ્યૂહરચના રચી રહ્યા છે, એકબાજુ સહકારી ક્ષેત્રના રાજકારણના ગરમાવાની વચ્ચે ભાજપ દ્વારા રાષ્ટ્રીય કારોબારી ત્યારબાદ ગુજરાત કારોબારી બેઠક ત્યારબાદ રાજકોટ જિલ્લા કારોબારી બેઠક મળી હતી અને અંતમાં તાલુકા કારોબારી બેઠક મળેલ હતી. આગામી બે દિવસ માટે આ કારોબારી બેઠકમાં વિજય રૂપાણી અને સી આર પાટીલ ના માર્ગદર્શનમાં કોરોનાના સમયમાં કઈ રીતે લોકોના વેક્સિનેશનની કામગીરી કરી હતી તેના પાર ભાર મુક્યો હતો સમગ્ર ચર્ચા દરમ્યાન બીજેપીના આગેવાનો એ કરેલા કામો ની પણ ચર્ચા થઇ હતી અને પ્રજા એ આપેલા સહયોગ માટે પ્રજાનો આભાર માનવામાં આવેલ હતો.

આજની આ કારોબારી બેઠક પડધરી તાલુકાના નારણકા ગામે યોજવામાં આવી હતી. અનલાઇન કારોબારી બેઠકમાં, રાજકોટ જિલ્લા પચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તુલસીભાઈ તાલપરા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી જિલ્લા પ્રભારી પ્રાગજીભાઈ કાકડીયા અને પડધરી ટંકારા પુર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ હેરમા, પુર્વ ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ રેખાબેન નિલેશભાઈ તળપદા, ઉપપ્રમુખ સતુભા જાડેજા ,મહામંત્રી મુકેશભાઈ તળપદા, છગનભાઈ વાંસજાળીયા, પુર્વ રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ તળપદા તથા તાલુકા પંચાયત માં ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા અને જિલ્લા ભાજપ ના આગેવાનો અને કાર્યકરોને બહોળી સંખ્યમાં માં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાના પ્રજાના પ્રશ્નો એપ અંગે જીલા પ્રમુખ ભુપત બોદાર વાત કરતા જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન દ્વારા હાલ અત્યારે જિલાના તમામ ગામોના પ્રશ્નો અમે સાંભળી રહ્યા છીએ તે અંગે કામ કરવાનું શરૂ કરી દીધું છે, કોરોના ની બીજી લહેર વચ્ચે જિલ્લાના તમામ ગામો ઉપરાંત તાલુકાના બધા ગામોં ખાસ કરીને પડધરી તાલુકાના આગેવાનો અગ્રેસર રહ્યા હતા. આ કારણ ને લીધે જ લોકોના સુરક્ષિત રહેવાનું શકાય બન્યું છે .

આ કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, રાજકોટ શહેર અને જિલ્લમાં કોરોના માટે સરકારે ઉઠાવેલા પગલાંની વાત કરી હતી. રાજકોટ શહેર માટે સરકારે 4 કરોડ 60 લાખ ફાળવ્યા હતા. આ અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો આભાર માન્યો હતો.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.