પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી માટે માત્ર મહિલા રમતવીરો

padma-vibhushan-padma-bhushan-and-padma-shri-are-the-only-female-athletes
padma-vibhushan-padma-bhushan-and-padma-shri-are-the-only-female-athletes

પદ્મવિભૂષણ માટે મેરી કોમ, પદ્મભૂષણ માટે પી.વી. સિંધુ જ્યારે પદ્મશ્રી માટે વિનેશ ફોગાટ, હરમનપ્રિત કૌર, રાની રામપાલ, સુમા શિરુર, મનીકા બત્રા, તાશી અને નુંગશી મલિકના નામની ભલામણ

ભારતીય રમત-ગમતના ઇતિહાસમાં પ્રથમવાર, છ વખતની વિશ્વ ચેમ્પિયન બોકસર એમ.સી મેરી કોમની નામની ભલામણ પ્રતિષ્ઠિત પદ્મવિભૂષણ આપવા માટે રમત ગમત મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. આ  એવોર્ડ, ભારત રત્ન પછી દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન છે. મેરીને ૨૦૧૩માં પદ્મ ભૂષણ અને ૨૦૦૬માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

એનાથી પણ વધુ રસપ્રદ – અને અભૂતપૂર્વ – બાબત એ છે કે પદ્મ એવોર્ડ માટે રમત ગમત મંત્રાલયે ભલામણ કરેલા તમામ નવ એથ્લેટ મહિલાઓ છે. વર્લ્ડ ચેમ્પિયન બેડમિંટન સ્ટાર પી. વી.સિંધુને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મ ભૂષણ માટે મંત્રાલયની દ્વારા ભલામણ કરવામાં આવી છે. સિંધુને ૨૦૧૭ માં પદ્મ ભૂષણ માટે ભલામણ કરવામાં આવી હતી, પરંતુ એવોર્ડ મેળવનારાઓની અંતિમ સૂચિ બનાવવામાં તે નિષ્ફળ ગઈ.  તેને ૨૦૧૫માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભૂતકાળમાં પદ્મ વિભૂષણને ત્રણ પુરુષ ખેલ ખેલાડીઓ આપવામાં આવ્યા છે – ચેસ વિઝાર્ડ વિશ્વનાથન આનંદ (૨૦૦૭), ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર (૨૦૦૮) અને પર્વતારોહક સર એડમંડ હિલેરી (૨૦૦૮) કે જેને મરણોત્તર એવોર્ડ અપાયો હતો.  મેરી કોમ અને સિંધુ ઉપરાંત આ વર્ષની યાદીમાં અન્ય સાત મહિલાઓ છે – જેમાં પદ્મ શ્રી માટે ભલામણ કરાઈ છે તેમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ સ્ટાર માનિકા બત્રા, ટી -૨૦ની સુકાની હરમનપ્રીત કૌર, હોકીના કેપ્ટન રાની રામપાલ, ભૂતપૂર્વ શૂટર સુમા શિરૂર અને પર્વતારોહણ જોડિયા બહેનો તાશી અને નુંગશી મલિકનો સમાવેશ ાય છે.

ગૃહ મંત્રાલયની પદ્મ એવોર્ડ સમિતિને ભલામણો મોકલવામાં આવી છે.  તે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦ ના ગણતંત્ર દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ પસંદ કરેલા પુરસ્કારોના નામની જાહેરાત કરશે. શાસક ભાજપ સરકારની ભલામણ પર એપ્રિલ, ૨૦૧૬માં રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત થયેલ. ૩૬ વર્ષીય મેરી કોમ, ૨૦૧૨માં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ, તેની બીજી ઓલિમ્પિક્સ – ૨૦૨૦ ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય થવા માંગે છે. રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા સિંધુ તાજેતરમાં જ સ્વિટ્ઝલેન્ડના બેસલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ૨૧-૭ ૨૧-૭થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની છે.