Abtak Media Google News

વિરોધાસ્પદ ફિલ્મ ‘Padmaavat’ એ પ્રથમ દિવસથી રેકોર્ડ પોતાના નામે નોંધાવાના શરુ કરી દીધા છે. અને આ સિલસિલો હજુ ચાલુ છે. ફિલ્મે ૩ દિવસ અને પેડ પ્રિવ્યુના માધ્યમથી ૮૩ કરોડની કમાણી કરી છે. જેની સાથે દીપિકા પાદુકોણે તેની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો ૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની બાજીરાવ મસ્તાનીએ પ્રથમ ૪ દિવસમાં ૫૬ કરોડની કમાણી કરી હતી. ફિલ્મ પદ્માવતે પ્રથમ ૪ દિવસમાં ૮૩ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મ પદ્માવતની સ્ટોરી તેરમી શતાબ્દીથી શરુ થાય છે. જ્યારે ખીલજી વંશના સાશક જલાલુદ્દીન ખીલજી (રઝા મુરાદ) અફઘાનિસ્તાનમાં પોતાની ટુકડી સાથે બેસી દિલ્હી જીતવાનો પ્લાન બનાવી રહ્યા છે. તે સમયે તેમનો ભત્રીજો અલાઉદ્દીન ખીલજી (રણવીર સિંહ) આવે છે અને કાકાની પુત્રી મેહરુનિસા (અદિતિ રાવ હૈદરી) સાથે નિકાહ કરી લે છે. કેટલીક ઘટનાઓ પછી પોતાના કાકાને મારી અલાઉદ્દીન દિલ્હીનો રાજા બની જાય છે. બીજી તરફ, મેવાડના રાજા મહારાવલ રતન સિંહ (શાહિદ કપૂર) જ્યારે સિંહલ દેશ જાય છે તો તેમની મુલાકાત રાજકુમારી પદ્મિની (દીપિકા પાદુકોણ) સાથે થાય છે.

પ્રેમમાં પડ્યા પછી મહારાવલ પદ્મિની સાથે મેરેજ કરી તેમને ચિત્તોડ લઈને આવે છે. તે દરમિયાન કેટલાક કારણોથી રાજ્યના પુરોહિત રાઘવ ચેતનને દેશમાંથી નીકાળી દેવામાં આવે છે અને તે ગુસ્સામાં દિલ્હી જઈને અલાઉદ્દીન ખીલજીને રાણી પદ્માવતીના રૂપના વખાણ કરે છે. પુરોહિતની વાતથી પ્રભાવિત થઇ અલાઉદ્દીન ચિત્તોડ પર આક્રમણ કરવા માટે નીકળે છે. ચિત્તોડ જઈ તે મહારાવલની સાથે કપટ કરી તેમને બંદી બનાવી દિલ્હી લઇ આવે છે અને મહારાજાને છોડવાની અવેજમાં એકવાર મહારાણી પદ્માવતીને જોવાની વાત કહે છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.