ઇંતઝાર થયો ખત્મ…. વર્ષ-2017 ની સૌથી મોટી ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર થયું લોન્ચ

Padmavati-Trailer | deepika padukone | shahid kapoor | ranvie shingh | sanjay leela bhansali
Padmavati-Trailer | deepika padukone | shahid kapoor | ranvie shingh | sanjay leela bhansali

વર્ષ-2017ની સૌથી મોટી ફિલ્મ પદ્માવતીના ટ્રેલરની બઘા રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે આવી ગયો છે. જી હા થોડા સમય પહેલા જ આ ફિલ્મનુ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.પદ્માવતીનું આ ટ્રેલર તમારા શ્વાસને રોકી દેશે.

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની આ ફિલ્મને બોલિવુડની બાહુબલી ફિલ્મ કહેવામા આવી રહી છે. સંજય લીલા ભણસાલીએ હમેશા પોતાની ફિલ્મોના શાનદાર આર્ટ-વર્ક માટે ઓળખવામાં આવે છે. આ ટ્રેલરમાં પણ તમને તે જાદુ જોવા મળશે.

આ ટ્રેલરમાં સંજય લીલા ભણસાલીએ  માત્ર ગણતરીના જ ડાયલોગ મૂક્યા છે. બાકી પૂરી ટ્રેલર મ્યુજિક પર છે જે તમને બાંધીને રાખશે. એ સૌથી મોટી વાત છે કે 3 મિનિટ અને 9 સેકેન્ડનું આ ટ્રેલર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમે સ્ક્રીન પરથી આંખ નહીં હટાવી શકો. ટ્રેલરમાં શાહિદ કપૂરનો રાજપુતના અંદાજ,રણવીર સિંહની ક્રૂરતા અને દિપીકાની સુંદરતા જોવા મળી રહી છે.