Abtak Media Google News

IPLની મહત્વતામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભુલાયું

સતત બીજા ટી20 મેચમાં ભારતનો આફ્રિકા સામે પરાજય, શ્રેણી બચાવી અઘરી !!!

ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારત-આફ્રિકા વચ્ચે પાંચ ટી20 મેચની સિરીઝ રમાઈ રહેલી છે. ત્યારે પ્રથમ મેચ હાર્યા બાદ બીજો મેચ પણ ભારત ચાર વિકેટે હાર્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન એ સામે આવ્યો છે કે ભારત માટે શ્રેણી બચાવી ખુબ જ અઘરી સાબિત થશે કારણ કે હજુ ત્રણ મેચ બાકી છે અને પ્રથમ બે મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે ભારતીય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં વામણા સાબિત થયા છે.
બીજી તરફ IPLમાં દરેક ખેલાડીઓને પૂરતા પ્રમાણમાં નાણાં મળતા હોવાથી જે આંતરરાષ્ટ્રીય મેચ ની મહત્વતા હોવી જોઈ તે ખતમ થઇ રહી છે બીજી તરફ ભારતની બોડી લેંગ્વેજ અને જે ટીમ યુનિટી જોવા મળવી જોઈએ તેમાં પણ અભાવ આવ્યો છે. તારે હવે ભારતીય ટીમ માટે સર્વપ્રથમ યુનિટી લાવી ખૂબ જ જરૂરી છે જો આ કરવા માટે સફળ થશે તો અને તો જ તેઓ સારું પ્રદર્શન કરી શકશે.
સાઉથ આફ્રિકાએ બોલરોના અસરકારક દેખાવ બાદ વિકેટકિપર બેટસમેન ક્લાસનની ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની ૮૧ રનની ઈનિંગને સહારે ભારત સામેની બીજી ટી-૨૦માં ૧૦ બોલ બાકી હતા, ત્યારે ચાર વિકેટથી જીત હાંસલ કરી હતી. સાઉથ આફ્રિકાએ આ સાથે પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૪૯ રનના પડકારને સાઉથ આફ્રિકાએ ૧૮.૨ ઓવરમાં છ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.ભારતને કંગાળ બેટિંગ અને સ્પિનરોના નબળા દેખાવને કારણે હારનો સામનો કરવો પડયો હતો.
બીજી ટી20માં દક્ષિણઆફ્રિકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતુ. ભારતીય ટીમ તરફથી શ્રેયસ ઐયરે ૪૦ અને કિશને ૩૪ રન કર્યા હતા. જોકે ભારતે ૧૭મી ઓવરમાં માત્ર ૧૧૨ રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. જોકે દિનેશ કાર્તિકે  ૩૦ રન અને હર્ષલ પટેલે ૧૨ વચ્ચેની ૧૮ બોલમાં ૩૬ રનની અણનમ ભાગીદારીના સહારે ભારતે ૬ વિકેટે ૧૪૮ રન કર્યા હતા. છતાં પણ ભારતનો ૪ વિકેટે પરાજય થયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.