પાકે ફરી લખણ ઝળકાવ્યા: માછીમારો સાથે ત્રણ બોટના અપહરણ

સરહદે તંગદિલી વચ્ચે સમુદ્રમાં ભય ફેલાવવાનો નાપાક ઈરાદો

જખૌ નજીક ભારતીય સીમામાં ઘુસી આચર્યું કૃત્ય: બે બોટ પોરબંદરની એક બોટ ઓખાની

પાક. એ ફરી લખાણ ઝળકાવ્યા છે. પાક મરીન સિકયુરીટી એજન્સી પોરબંદર ઓખા પંથકની ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોનાં અપહરણ કરી જતા માછીમારોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

અપહરણ કરાયેલી ત્રણ બોટમાં બે પોરબંદરની અને એક બોટ ઓખાની હોવાનું ખૂલ્યું છે. માછીમારો ના, વાપી અને વલસાડ પંથકના હોવાનું જાણવા મળે છે. આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે. એક તરફ પાક અને ચીન સરહદે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. ત્યારે પાકે ફરી ભારતીય જળ સીમામાં ઘુસી ત્રણ માછીમારી બોટનાં અપહરણકર્તા હતા જખૌ નજીક્ભારતીય જળસીમામાં પાક મરીન સિકયુરીટીએ ઘુસી જઈ પોરબંદર ઓખા પંથકની ત્રણ બોટ સાથે ૧૮ માછીમારોનાં અપહરણ કર્યા છે.અપહરણ કરાયેલી ત્રણ બોટમાં બે પોરબંદરની અને એક બોટ ઓખાથી હોવાનું ખૂલ્યું છે. માછીમારો ઉના, વાપી અને વલસાડ પંથકનાં હોવાનું જાણવા મળે છે. આ અંગે માછીમાર એસો. અને તંત્ર દ્વારા વધુ વિગતો મેળવાઈ રહી છે.