Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર રાજનાથની સિંહ ગર્જના

ગૃહમંત્રી રાજનાથસિંહે ગઈકાલે જમ્મુમાં નૌસેરા સીમા વિસ્તારમાં વસતા લોકોની મુલાકાત કરી હતી. આ તકે તેમણે લોકોને આશ્ર્વસ્ત કર્યા હતા કે પાકિસ્તાનને ગોળીબાર રોકવા માટે મજબૂર કરવા તરફ ભારત પગલુ ભરી રહ્યું છે. તેમણે પ્રવાસીઓને રેલીમાં જણાવ્યું હતુ કે થોડો સમય રાહ જૂઓ તમને પરિણામજોવા મળશે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જો પાકિસ્તાનની તરફથી એક ગોળી તાંકવામાં આવશે તો ભારતે જવાબમાં માત્ર ગોળીબાર કરી ગોળીઓ ગણવાની જ‚ર નથી. નિયંત્રણ રેખા સાથે જોડાયેલા જમ્મુ-કાશ્મીરનાં રાજોરી જિલ્લાના નૌશેરા સેકટરમાં રહેવાવાળા પાંચ હજારથી વધારે લોકોને ચાર મહિના પહેલા પાકિસ્તાની બળો દ્વારા ભારે ગોળીબારકરાયો હતો. અને તેને ધ્યાનમાં લઈ તેઓને ઘર છોડવા માટે મજબૂર કરી દીધા હતા.

ભલે પાકિસ્તાન આજે ગોળીબારી રોકે કે કાલે, તેણે સંઘર્ષ વિરામના ઉલ્લંઘનને રોકવું પડશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને જમ્મુ-કાશ્મીરનાં ઉપ મુખ્યમંત્રી નિર્મલ સિંહની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતુ કે આપણે બીએસએફનાં વડાને કહ્યું કે ભારત તરફથી પાકિસ્તાન પર ફાયરીંગ ન કરવું કારણ કે તે આપણા પાડોશી છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી હંમેશા કહેતા હતા કે મિત્રો બદલી શકાય છે. પણ પાડોશી નહીં, હાલ, સ્થિતિ સારી છે. આશા છે કે ભવિષ્યમાં સ્થિતિ હજુ પણ સુધરશે.

રાજનાથ સિંહે ઉમેર્યું હતુ કે વિસ્થાપિત લોકોની શકય તેટલી મદદ કરવામા આવશે સીમાપર રહેનારા લોકો પ્રત્યે સમગ્ર દેશની જનતામાં ઘણુ માન છે. ભારત હવે કોઈ નબળો દેશ નથી રહ્યો પીએમ મોદીનાં નેતૃત્વમાં આપણે તાકાતવાર દેશ છીએ દુનિયાનો કોઈ દેશ આપણને નબળો ન આંકી શકે. પહેલાની સરખામણીમાં ભારતની છબી વૈશ્ર્વિક ફલક પર મજબૂત બનીને ઉભરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.