- ગુજરાત ATSને મળી મોટી સફળતા
- કચ્છના બોર્ડર વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
- અમદાવાદ પૂછપરછ માટે લઇ જવાયો
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ત્યારે તાજેતરમાં ગુજરાત ATS નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા બાદ કચ્છ બોર્ડર પરથી વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS કચ્છ બોર્ડર પરથી જાસૂસની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. આ જાસૂસ પર પાકિસ્તાનને માહિતી પુરી પાડવાનો આરોપ છે. જાસૂસે કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો પાકિસ્તાન મોકલી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે હાલ શંકાસ્પદ જાસૂસને અમદાવાદ ATSને સોંપાયો હોવાની જાણકારી મળી રહી છે.
ગુજરાતમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. કચ્છ બોર્ડર વિસ્તારમાંથી ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની જાસૂસ ગુજરાતના અમુક સ્થળોની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. જો કે ATS જાસૂસને વધુ પુછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.
અનુસાર માહિતી દરમિયાન, ગુજરાતમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. કચ્છ બોર્ડર વિસ્તારમાંથી ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની જાસૂસ ગુજરાતના અમુક સ્થળોની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. જો કે ATS જાસૂસને અમદાવાદ પુછપરછ કરવામાં માટે લઈને આવી છે.
ગુજરાત ATS કચ્છના બોર્ડર વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જાસૂસ ગુજરાતના વિવિધ સ્થળોની ગુપ્ત માહિતી એકઠી કરીને પાકિસ્તાનને મોકલતો હતો. તેમજ તે પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો અને ભારતની સુરક્ષાને જોખમમાં મૂકતો હતો. ATSએ આરોપીની અટકાયત કરી તેની પાસેથી કેટલાક દસ્તાવેજો પણ મેળવ્યા છે. હાલમાં આરોપીને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ દરમિયાન, તેના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો અને ગુજરાતમાં કોની સાથે સંપર્કમાં હતો તે જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ કચ્છના સરહદી વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન સાથે સંપર્કમાં હતો અને ભારતને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ ઘટના ગુજરાતના સુરક્ષા તંત્ર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગુજરાતના અનેક સ્થળોની જાસૂસી કરતો હતો અને તેની ગતિવિધિઓ પર ATS લાંબા સમયથી નજર રાખી રહ્યું હતું.
ગુજરાતના પણ અમુક સ્થળોની માહિતી મોકલવામાં આવી હતી.
આરોપી પાસેથી મળેલા દસ્તાવેજો અને પુરાવાઓ તેના પાકિસ્તાન સાથેના સંપર્કને સાબિત કરે છે. આ ઉપરાંત ATSએ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને અમદાવાદ લઈ ગયું છે. જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન, ATS એ આરોપીના પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો તે અને ગુજરાતમાં કોની સાથે તેનો સંપર્ક હતો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઉપરાંત, ATS એ આરોપી દ્વારા એકઠી કરવામાં આવેલી સંવેદનશીલ માહિતીની પણ તપાસ કરી રહ્યું છે. આ ઘટનાથી ગુજરાતના સુરક્ષા તંત્રને ચેતવણી મળી છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. તેમજ આરોપીની પૂછપરછ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.