Abtak Media Google News

પાકિસ્તાનના મિડલઓર્ડર બેટ્સમેન આફ્રિકા પર ભારે પડ્યા: ડકવર્થ લુઈસના નિયમ હેઠળ પાકનો 33 રને વિજય

સાઉથ આફ્રિકા માટે ફરી વરસાદ વેરી બન્યો હતો અને પાકિસ્તાન સામેની ટી-20 વિશ્વકપની મેચમાં  ડકવર્થ-લુઈસ આધારે 33 રનથી પરાજય થયો હતો.  જ્યારે પાકિસ્તાને સેમિફાઇનલમાં  પહોચવાની આશા જીવંત રાખી હતી. પ્લેયર ઓફ ધ મેચ શદાબ ખાને 22 બોલમાં 52 રન ફટકાર્યા બાદ 16 રનમાં બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 185 રન નોંધાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ 9 ઓવરમાં ચાર વિકેટે 69 રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. આખરે તેમને જીતવા 14 ઓવરમાં 142નો ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે સાઉથ આફ્રિકા નવ વિકેટે 108 રન કરી શક્યું હતુ. જીતવા માટેના 186ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા સાઉથ આફ્રિકાએ ડી કોક અને રોસોયુની મહત્વપૂર્ણ વિકેટ 16 રનના સ્કોર પર ગુમાવી હતી. આફ્રિકા તરફથી તેમબા બવુમા અને માર્કરામની જોડીએ સ્કોરને 65 રન સુધી પહોંચાડયો હતો. શદાબે આ તબક્કે એક જ ઓવરમાં બવુમા અને માર્કરામને આઉટ કરતાં સાઉથ આફ્રિકા બેકફૂટ ઉઓર ધકેલાયું હતું. સાઉથ આફ્રિકાનો સ્કોર નવ ઓવરમાં ચાર વિકેટે 69 રન હતો, ત્યારે વરસાદ ત્રાટક્યો હતો અને ડકવર્થ-લુઈસના નિયમ મુજબ સાઉથ આફ્રિકા 14 રન પાછળ હતું.સેમી ફાઇનલમાં પહોંચવાની રેસ અત્યંત રોમાંચક બની ગઈ છે ત્યારે હવે ભારત, આફ્રિકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ચાર ટીમ ને હજુ એક એક મેચ રમવાના બાકી છે.

ભારતનો મુકાબલો હવે ઝિમ્બાબ્વે સાથે થશે અને તેમાં ભારત જો જીતી જાય તો તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ ઉપર રહેશે અથવા તો જો ભારત વિમ્બાબ્વેના મેચમાં વરસાદ વેરી બને તો પણ ભારતને વધુ એક અંક મળતા તે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેશે. ત્યારબાદ હવે આફ્રિકા અને નેધરલેન્ડ નો એક મેચ બાકી છે એમાં આફ્રિકા જો નેધરલેન્ડને પ્રાપ્ત કરે તો ભારત અને આફ્રિકા સેમિફાઇનલમાં પ્રવેશશે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશના સફરનો અંત આવશે પરંતુ જો આફ્રિકા નેધરલેન્ડ સામે હારે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાં આવી જશે અને તે બીજા ક્રમ ઉપર પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.