Abtak Media Google News

૩૧ જિલ્લા પંચાયત, ર૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ૮ર૭૮ બેઠકો માટે રર૧૬૫ ઉમેદવારોના રાજકીય ભાવિ મતદારો ઇવીએમમાં સીલ કરશે

આજે કતલની રાત, મતદારોને રીઝવવા ગ્રામ્ય પંથકોમાં અંતિમ ઘડી સુધી પ્રયાસો: મહાપાલિકામાં શાનદાર જીત મળ્યા બાદ ભાજપ પંચાયત-પાલિકામાં પણ જીત માટે આશાવાદી: કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે

તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાનાર હોય ભારે ઉત્સુકતા જણાઈ રહી છે. આ ચૂંટણીનું પરિણામ ૨ માર્ચે જાહેર નાર છે. આજે કતલની રાત છે. મતદારોને રીઝવવા ગ્રામ્ય પંકોમાં અંતિમ ઘડી સુધી પ્રયાસો ઈ રહ્યા છે. મહાપાલિકામાં શાનદાર જીત મળ્યા બાદ ભાજપને પંચાયત- પાલિકામાં પણ જીત માટે આશાવાદ જાગ્યો છે. સામે કોંગ્રેસ પણ એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે. સૌરાષ્ટ્રની ૮ જિલ્લા પંચાયતો, ૫૫ તાલુકા પંચાયત અને ૧૮ નગરપાલિકાઓ માટે આવતીકાલે રોમાંચક ચૂંટણી જંગ જામવાનો છે. પંચાયતો અને પાલિકાઓમાં લોકપ્રતિનિધિ પસંદ કરવાનો આવતીકાલે મતદારોને સુવર્ણ અવસર મળવાનો છે.

Dsc 2363 Scaled

રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમના, અમરેલી અને પોરબંદરની ૮ જિલ્લા પંચાયત તા આ જિલ્લાઓની ૫૫ તાલુકા પંચાયત તેમજ અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ખંભાળીયા, જામરાવલ, કેશોદ, પોરબંદર, ગોંડલ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, તાલાલા, મોરબી, વાંકાનેર, માળીયા મિયાણા અને સિક્કા પાલિકાનું મતદાન યોજાશે. અમુક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો વચ્ચે જ જંગ છે. તો અમુક જગ્યાએ ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણ વચ્ચે ત્રી પાંખીયો જંગ છે.

Dsc 2331 Scaled

બીજા તબક્કાની ૩૧ જિલ્લા પંચાયતોની અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન નારું હોઈ ૪૪,૫૦૦ પોલીસ સ્ટાફ, ૫૪,૫૦૦ હોમગાર્ડ તા જીઆરડીના જવાનો, ૬૪ એસઆરપીની કંપનીઓ તા કેન્દ્ર સરકાર પાસેી મેળવેલી ૧૨ સીએપીએફની કંપનીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે અને આ તમામ સુરક્ષા જવાનોને રવિવારે સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ અપાયો છે. મતદાનના દિવસે સતત પેટ્રોલિંગ માટે કુલ ૨,૪૧૧ સેક્ટર પોલીસ મોબાઈલ ટીમ તા ૪૯૦ ક્વિક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરાઈ છે. તદુપરાંત ૧૦મી જાન્યુઆરીી ૨૬મી ફેબ્રુઆરી સુધી કુલ ૧,૯૮૯ જેટલા નાસતાફરતા આરોપીઓ પણ પકડાયા છે.   જિલ્લા- તાલુકા પંચાયતોમાં તા નગરપાલિકા વિસ્તારોમાં જે પોલીસ સ્ટાફ છે, તે ઉપરાંત ૧૩ ડીવાયએસપી, ૩૦ પીઆઈ. ૩૪ પીએસઆઈ સહિત ૧૫ હજાર કોન્સ્ટેબલ તૈનાત કરાયા છે.

Dsc 2378 Scaled

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.