Abtak Media Google News

 

યુરિયા ને સ્થાને નેનો યુરિયા નો 100 ટકા ઉપયોગ કરનાર ગામને પાંચ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત પાલીતાણામાં સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે ખાતર ઉત્પાદક સંસ્થા ઇફકો દ્વારા કેન્દ્રીય મંત્રી  ડો. મનસુખભાઈ માંડવીયા ની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજાઈ ગયું.

કેન્દ્રીય મંત્રીડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે દેશ દુનિયામાં આજે ભારતમાં બનતું નેનો યુરિયા ની માંગ વધી છે તો સાથો સાથ ભારતમાં ખેડૂતો યુરિયા કરતા સસ્તા ભાવે નેનો યુરિયા ખરીદી કરીને તેનો ઉપયોગ કરે છે તેઓ  ભાવ સસ્તો હોવાને લીધે બચત કરતા થયા છે.

Img 20230312 Wa0054

મંત્રી એ વધુમાં જણાવ્યું હતુ કે, જે ગામમાં યુરિયાની એક પણ થેલી વહેચાય નહી અને નેનો યુરીયાનો જ ઉપયોગ બધા ખેડૂતોએ કર્યો હોય એ ગામને પાંચ લાખની ગ્રાન્ટ આપવાનું જાહેર કર્યું હતું. ખેડૂતોને યુરિયા નો વપરાશ કરવાથી જે ઉત્પાદન આવે એ જ નેનો યુરિયા ના વપરાશથી  થાય છે એમાં ધટાડો થયો નથી, આવનારા નવા બદલાવને લોકોએ સ્વીકારવો જોઈએ.

આ તકે ઇફકો ચેરમેન  દિલીપભાઈ સંઘાણી એ જણાવ્યું હતું કે,  વિદેશથી આયાત કરેલ યુરિયા ખેડૂતો સુધી પહોંચતા ખૂબ જ મોંઘી ના પડે તેથી સરકાર સબસિડી આપે છે તો પણ ખેડૂતોને યુરિયા મોંઘુ પડતું હોય એ ધ્યાને આવતા મેક ઈન ઈન્ડિયા અંતર્ગત દેશ માં જ યુરિયા બનાવવાનો વિચાર દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીને આવ્યો આમ, ભારતમાં જ યુરિયાનું ઉત્પાદન થાય તે કામ ખૂબ જ અઘરું હતું ત્યારે ઇફકોએ આગેવાની લીધી આજે આપડે ગુજરાતમાં જ નેનો યુરિયા બનાવી શકીએ છીએ.

આ તકે ઉપસ્થિત ઇફકો ન્યુ દિલ્હીના મેનેજિંગ ડિરેક્ટર  ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે દેશમાં જ નેનો યુરિયા ખાતર બનાવવાની પહેલ શરૂ કરી છે એટલે હવે ઇફકો દ્વારા બનાવેલ નેનો યુરિયા થી હવે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.