રક્ત શુદ્ધિ માટે પંચકર્મ આવશ્યક: જી.જી.ગંગાધર

‘નો યોર બ્લડ ગ્રુપ’ પ્રોજેકટમાં જનજાગૃતિ લાવવા રાજકોટના મહેમાન બનેલા આયુર્વેદ નિષ્ણાંતે લાઈફ સ્ટાઈલ અને સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી

શહેરની રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક્ ખાતે જૈનાચાર્ય લોકેશજી અને આયુર્વેદ નિષ્ણાંત ડો.જી.જી.ગંગાધર દ્વારા ‘નો યોર બ્લડ ગ્રુપ’નો પ્રારંભ કરાયો છે. આ પ્રોજેકટ અંગે વિગતો આપવા તેઓ આજે ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા. આ તકે જી.જી.ગંગાધરે કહ્યું હતું કે, લાયસન્સી માંડીને પાસપોર્ટ સહિતના મહત્વના ફોટો આઈડેન્ટી ઉપર બ્લડ ગ્રુપ દર્શાવવું જરૂરી છે. આ માટે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ લાઈફ બ્લડ બેંક સેન્ટર કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક યુગમાં બ્લડની જરૂરીયાત વધુ છે. માટે ક્યારેક કોઈ અકસ્માત સર્જાય તો દર્દીનું બ્લડ ગ્રુપ જાણવા પાછળ સમય બગાડવાના સને જો તેના બ્લડ ગ્રુપની અગાઉથી જાણ હોય તો સર્જરી ખુબજ સરળ થઈ જાય. વિદેશમાં બ્લડગ્રુપની વિગતો ડ્રાઈવીંગ લાયસન્સ કે અન્ય પુરાવામાં દર્શાવવામાં આવે છે. જો કે ભારતમાં આ મામલે હજુ સુધી યોગ્ય જાગૃતિ આવીની. અલબત પ્રોજેકટ લાઈફ દ્વારા આ મામલે ખુબ સારૂ કાર્ય ઈ રહ્યું છે.

અકસ્માતના કેસમાં જો બ્લડ ગ્રુપની જાણ હોય તો ઘાયલનો જીવ બચાવવામાં સરળતા રહે છે. તેમણે આજની આધુનિક લાઈફ સ્ટાઈલ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ૨૧મી સદીમાં લાઈફ સ્ટાઈલના કારણે લોકો રોગનો ભોગ બને છે.

આજે એક જ પ્રકારના ફૂડને વારંવાર પ્રોસેસીંગ કરવામાં આવે છે. વિદેશમાં ઓર્ગેનિક ફૂડનું ચલણ છે.

જો કે, ભારતમાં તો ઓર્ગેનિક ફૂડનું ચલણ વર્ષોથી જોવા મળી રહ્યું છે. ફૂડ ઓર્ગેનિક ન હોવાના કારણે રોગોનું પ્રમાણ વધી રહ્યું હોવાની વાત તેમણે વ્યકત કરી હતી.

આયુર્વેદ અંગે તેમણે પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ૨૧મી સદીમાં આહારના કારણે મોટાભાગના રોગ થાય છે. જીવનની રીતભાત આયુર્વેદ સાથે જોડાયેલી છે.

આયુર્વેદમાં પંચકર્મી મોટાભાગની બિમારીઓ દૂર થઈ જાય છે. હાલ ૨૦૦૩થી આયુર્વેદની દવાઓના માપદંડો માટે જીએમપી કાર્યરત છે. જેનાથી બજારમાં જતી બોગસ દવાઓ અટકાવી શકાય છે. આ જીએમપીના માધ્યમી આયુર્વેદમાં વપરાતી વસ્તુની ડિટેઈલ જાણી શકાય છે. ઉપરાંત મોંઘીદાટ દવાઓના સને હવે જેનેરીક દવાઓ પણ ઉપલબ્ધ થાય છે. આયુર્વેદમાં નેચરલ વસ્તુનો ઉપયોગ થાય છે અને નેચરલ વસ્તુ પાછળ મેન પાવર વધુ વપરાય છે જેનાથી તે મોંઘી પડે છે. તેઓ મત તેમણે વ્યકત કર્યો હતો.