Abtak Media Google News

ગુજરાતમાં તલાટી અને ક્લાર્કની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા  છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવામાં આવશે . પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પરીક્ષાને લઇને સંકેત આપ્યાં છે. ગુજરાતમાં તલાટી અને ક્લાર્કની ભરતીને લઇને સૌથી મોટા સમાચારમળી રહ્યા છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષાનું આયોજન થઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે.પરિક્ષાને લઈ  સંકેત પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આપ્યાં છે.

 

ઘણા લાંબા સમયથી સૌ કોઇ ઉમેદવારો રાહ જોઇ રહ્યાં છે ત્યારે હવે ગણતરીના જ દિવસોમાં  પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ  શકે છે તેવાં પણ સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યાં છે. આ અંગે બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, ‘પંચાયત કેડરની 13,121ની સતત સંવર્ગની જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડી ગઇ છે. તે પૈકીની 11 કેડરની લેખિત પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ચારના તો પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા  છે. આમ, સતત કેડરની જે પરીક્ષાઓ ક્રમશ: લેવાઇ રહી છે તેમાં એક ક્લાર્ક અને તલાટી ક્રમ મંત્રી કેડરની જે પરીક્ષા છે તેમાં 1800થી 2000 જગ્યાઓ માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભરતી કરવાની થતી હોય ત્યારે તેના સેન્ટરો પર સુનિશ્ચિત આયોજન હોવું જોઇએ અને એની માટે પંચાયત પસંદગી મંડળ શાળાની પસંદગી કરી રહ્યું છે.’

Orig Exam 1632262873

જો કે, પરીક્ષાની તારીખ અંગે બ્રિજેશ મેરજા એવું જણાવ્યુ હતું  છે કે, તેના અંગે અમે ચોક્કસ અવધિ ના આપી શકીએ. પણ જ્યારે જાહેરાત બહાર પડી છે અને અન્ય કેડરની પરીક્ષાઓ લેવાઇ ચૂકી છે, તેના પરિણામો પણ બહાર પડી ચૂક્યાં છે તેમ અમે આમાં પણ અમે જલ્દી પ્રયત્ન કરીશું. અમે જુલાઇ મહિનામાં આ પરીક્ષા માટેનું આયોજન કરી રહ્યાં છીએ અને એ સ્થળ, સ્થિતિ અને પરિસ્થિતિ પર નિર્ભર છે. પરંતુ અમે પરીક્ષા જેટલી જલ્દી લઇ શકાય તેટલી પરીક્ષા અમે જલ્દી લેવા પ્રતિબદ્ધ છીએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.