Abtak Media Google News

હેલ્થ વર્કરો મોબાઈલ બંધ કરી તાલુકા હેલ્થ કચેરીમાં જમા કરી દેશે: ૯મીએ સામુહિક સીએલ મુકીને જિલ્લા કક્ષાએ રેલી અને ધરણા કરાશે: ૧૭મીએ ગાંધીનગરમાં સુત્રોચ્ચારનો કાર્યક્રમ

પડતર રહેલા ૧૩ જેટલા પ્રશ્નોનાં ઉકેલની માંગ સાથે પંચાયત સેવાનાં આરોગ્ય કર્મીઓએ આજથી આંદોલન શરૂ કરી દીધું છે જેમાં આજથી દરેક કર્મચારીઓ હાજરી અને કામગીરીનું રીપોર્ટીંગ બંધ કરી દેશે ઉપરાંત હેલ્થ વર્કરો મોબાઈલ સ્વીચ ઓફ કરી તાલુકા હેલ્થ કચેરીમાં જમા કરાવી દેવાના છે ત્યારબાદ ૯મીએ સામુહિક સીએલ મુકીને જિલ્લાકક્ષાએ રેલી અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે બાદમાં ૧૭મીએ ગાંધીનગર ખાતે રાજયભરનાં કર્મચારીઓ ઉમટી પડીને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજશે.

7537D2F3 4

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની જામનગર ખાતે યોજાયેલી કારોબારી સભામાં ચર્ચા-વિચારણા બાદ તેમજ તાપી-વ્યારા જિલ્લામાં યોજાયેલી મહાસંઘની એકશન પ્લાન મિટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર આરોગ્ય કર્મચારીઓએ આરપારની લડાઈનું એલાન કરી દીધું છે. ૧૩ જેટલા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મહાસંઘનાં આદેશનાં પગલે કર્મચારીઓ સરકાર સામે લડત આપવાના છે. આ આંદોલનમાં રાજકોટ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં વિવિધ ૬ કેડરનાં ૭૦૦ કર્મચારીઓ પણ જોડાવવાના છે. મીટીંગમાં જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આજથી જ કર્મચારી જોબ ચાર્ટને લગતા વર્કલોડ તથા અન્ય તમામ કામગીરીઓ કરશે પરંતુ તેનાં રીપોર્ટ આપવાનું બંધ કરી દેશે.

ઉપરાંત તમામ કેડરનાં કર્મચારીઓ ઓનલાઈન તથા ઓફલાઈન રીપોર્ટીંગ પણ બંધ કરી દેશે. હેલ્થ વર્કરો ત્રણ દિવસ મોબાઈલ સ્વીચ ઓફ કરીને તા.૧નાં રોજ તાલુકા હેલ્થ કચેરીએ જમા કરાવી દેશે. ફાર્માસીસ્ટને લાગુ પડતા તમામ ડેઈલી-મંથલી-વીકલી રીપોર્ટ તથા ઓનલાઈન કામગીરી બંધ કરી ઈ-વીલ મોબાઈલ મેડિકલ ઓફિસરને જમા કરાવી દેશે. એલટીની એલઆઈએસ કામગીરી તથા અન્ય ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવશે. બાદમાં તા.૯નાં રોજ સામુહિક સીએલ મુકી જિલ્લાકક્ષાએ રેલી અને એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારબાદ તા.૧૭નાં રોજ આરોગ્ય કમિશનરની કચેરી-ગાંધીનગર ખાતે રજુઆત કરી સુત્રોચ્ચારનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ છતાં જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જરૂરીયાત પડયે જલદ આંદોલનનાં કાર્યક્રમો જાહેર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.