Abtak Media Google News

સફેદ દાગ બાવુચી તેલ, કાળા તેલ, ગળો, અર્જુન, બોધર મંજુસઠ ઔષધિ લાભદાયી

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદિક આજે નહીં તો કયારે ? વેદસભાના ડો. ગૌરાંગ જોષી અને ડો. કેતન ભિમાણી દ્વારા સફેદ દાગ માં આયુર્વેદની ઉપયોગીતા શું છે અને તેમાં ચામડીના રોગએ વારસાગત તેમજ ખાવા પીવા ની રીતભાતને થવાના કારણો પર વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યો છે. આવો માહિતીસભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ન:- ચામડી રોગના શું છે અને સફેદ દાગ શું છે

જવાબ:- ચામડીના રોગને આયુર્વેદમાં કુષ્ટ કહેવામાં આવે છે ચામડી ઉપર નાના મોટો ચકો એટલે સ્ટોપ થયા લાગે છે તેના સ્પોટથી શરુ થાય છે શરીરને જે કલર આપે તેની ખામી થવાથી ચામડીના રોગ થાય છે.

પ્રશ્ન:- આયુર્વેદ ચામડીના રોગમાં કયા ઉપયોગી બને છે.

જવાબ:- ચામડી માટે અમુક પ્રકારનો ખોરાક અને અપૂરતી ઉંઘ ને લીધે થાય છે.

પ્રશ્ન:- સફેદ દાગના કારણો અને વંશપરાગત હોય છે એ વાત સાચી છે.

જવાબ:- વારસગત રીતે પણ 30 ટકા થવાની સંભાવના રહે છે. તેમજ દવાની આડઅસર ને કારણે તેમ જ પાન પ્રક્રિયામાં તરલીફ હોય તેમજ ખાવા પીવા રીતે ભાતની કારણે સફેદ દાગ થવાના કારણો છે વિકૃતિ ખોરાક

પ્રશ્ન:- સફેદ દાગ માટે થયા હોય તો કઇ કઇ વસ્તુનું ઘ્યાન રાખવું ?

જવાબ:- સફેદ દાગ બાવુચીનું તેલ, ગોળી, પાવડર એ સફેદ દાગ માટે વરદાન રુપ છે. સફેદ દાગ એ ખાસ કરીને કફ પ્રાકૃતિ  વાળાને થવાના કારણો બને છે. વિકૃત આહાર લેવાથી પણ સફેદ દાગ થાય છે. મંજીસઠ, અર્જુન, લોદાર જેવી આવી ઔષધિ નોઉપયોગ તેમજ સવારનો કુણો તડકો લેવો તેમજ અમુક પ્રકાર આસાન પણ કરવાથી લોહીનો ખરાબો દુર થાય છે. તેમ જ ગળો, કાળાતેલ નો ઉ5યોગમાં લેવા આવે  તો સફેદ દાગમાં લાભ જણાય છે.

પ્રશ્ન:- પંચકર્મએ ચામડીના રોગમાં કેટલું ઉપયોગી છે?

જવાબ:- પંચકર્મ પ્રક્રિયામાં વામન અને વિરેચન કરવાથી રકતમોક્ષ કરવા તેમજ નસ્ય પ્રક્રિયા શિરોબંધી વગેરે કરવાથી આપણા શરીર તમામ કચરો બહાર કાઢે છે. તેમાં લીધે ચામડીના રોગમાં લાભદાયી નિવડે છે.

પ્રશ્ન:- વૈદ્યસભામાં ચામડીના રોગ માટે કંઇ પ્રકારની સારવાર થાય છે?

જવાબ:- સફેદ દાગ એટલે કોઢ નથી સફેદ દાગમાં પરેજી રાખવાથી કાયમી ધોરણે દુર કરી શકાય છે. તેમને જરુરી દવા આપવામાં આવે છે.

પ્રશ્ન:- સફેદ દાગ માટે કાયમી મટી શકે તેવી અકસીર દવા છે.

જવાબ:- પાંચ વર્ષથી વધારે જુનો દાગ હોય તો મટતો નથી તેમજ વારસાગત દાગ હોય તો પણ કાયમી ધોરણે મટી શકતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.