હનુમાનજી ભગવાન રામના સૌથી મોટા ભક્ત છે. પંચમુખી હનુમાનજીના પ્રત્યેક મુખનું એક આગવુ મહત્વ છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટાભાગના દુ:ખ દૂર થઈ જાય છે. તેમજ આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોયા હશે. હનુમાનજીના દરેક મુખનું એક આગવુ મહત્ત્વ છે.
હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર
પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે રાવણને આભાસ થયો કે તેની સેના યુદ્ધ હારી રહી છે. ત્યારે રાવણે તેના માયાવી ભાઈ અહિરાવણ પાસે મદદ માગી હતી. અહિરાવણ માતા ભવાનીના મહાન ભક્ત હતા. આ સાથે જ તેમને તંત્ર વિદ્યાનું જ્ઞાન પણ હતું. પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરીને તેણે ભગવાન રામની આખી સેનાને નીંદ્રા મૂકી દીધી. ત્યારે આ સમય દરમિયાન તેણે ભગવાન રામ સાથે લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાળમાં લઈ ગયા.
માતા ભવાનીના ભક્ત હોવાથી, અહિરાવણે દેવી ભવાની માટે 5 દિશામાં 5 દીવા પ્રગટાવ્યા હતા. તેને વરદાન હતું કે જે આ પાંચ દીવા એકસાથે ઓલવી શકશે તે તેને મારી શકશે. ત્યારબાદ રામ અને લક્ષ્મણને અહિરાવણના કેદમાંથી બચાવવા માટે હનુમાનજીએ પંચમુખીનું રૂપ ધારણ કરીને પાંચેય દીવા એકસાથે બુઝાવી દીધા અને અહિરાવણનો વધ કર્યો હતો. તદુપરાંત ભગવાન રામ અને લક્ષ્મણ તેમના બંધનમાંથી મુક્ત થયા.
પંચમુખી અવતારનું શું છે મહત્વ
વાનર મુખ – પંચમુખી અવતારમાં હનુમાનજીનો પૂર્વ તરફનો ચહેરો વાનર મુખ કહેવાય છે. તેમજ એવું માનવામાં આવે છે કે વાનરનો ચહેરો દુશ્મનો પર વિજય અપાવે છે.
ગરુડ મુખ – હનુમાનજીની પશ્ચિમ દિશાને ગરુડ મુખ કહેવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર આ મુખ જીવનમાં આવતા અવરોધો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે.
વરાહ મુખ – હનુમાનજીના પંચમુખી અવતારમાં ઉત્તર મુખને વરાહ મુખ્ય કહેવામાં આવે છે. તેમજ એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનના આ ચહેરાની પૂજા કરવાથી લાંબુ આયુષ્ય, યશ અને કીર્તિ મળે છે.
નૃસિંહ મુખ– દક્ષિણ દિશામાં સ્થિત હનુમાનજીનું મુખ નૃસિંહ મુખ કહેવાય છે. આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અનુસાર, નરસિંહ મુખ જીવનમાં તણાવ અને મુશ્કેલીઓ દૂર કરે છે.
અશ્વ મુખ– હનુમાનજીનું પાંચમું મુખ આકાશ તરફ છે, જેને અશ્વનું મુખ પણ કહેવામાં આવે છે. આ મુખ ઈચ્છાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.
હનુમાનજીની પૂજાથી થાય છે લાભ :
દક્ષિણ દિશા સિવાય તમે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીનું તસ્વીર લગાવી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની મૂર્તિ લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે.
હિન્દુ ધર્મમાં ઘરમાં દેવી-દેવતાઓની તસવીર લગાવવાનું વિશેષ રીતે મહત્વ રહેલું છે. આમાંથી એક છે પંચમુખી હનુમાનજીની તસવીર. તેમજ એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનજીની તસવીર તમે ઘરમાં લગાવો છો તો નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે, આ મૂર્તિને તમે ખોટી દિશામાં મૂકો છો તો ઉલટું પરિણામ આવી શકે છે. આ માટે વાસ્તુ શાસ્ત્રમાં દેવી-દેવતાઓની તસવીર લગાવવા માટેની વિશેષ દિશા બતાવવામાં આવી છે. આ દિશા પર ધ્યાન રાખવું જરૂરી છે. તો જાણો ઘરમાં દક્ષિણમુખી હનુમાનજીની પ્રતિમા કઈ જગ્યા પર ન લગાવવી જોઈએ?
પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાની સાચી દિશા :
વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા યમની દિશા હોય છે અને પંચમુખી હનુમાનજીને આ દિશાના રક્ષક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ભય અને નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં તમે લગાવો છો તો પણ શુભ માનવામાં આવે છે.
જાણો કઈ દિશામાં હનુમાનજીની તસવીર ન લગાવવી જોઈએ?
બેડરૂમમાં ક્યારેય હનુમાનજીની તસવીર ન લગાવવી જોઈએ
ગંદકી અને ધૂળ-માટી હોય ત્યાં હનુમાનજીની મૂર્તિ ન લગાવવી જોઈએ
તસવીરમાં હનુમાનજીની બધા મુખ સ્પષ્ટ દેખાય એવી મૂર્તિ લગાવો. હનુમાનજીની તસવીર હંમેશા સ્વચ્છ રાખો.
પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી શુભ લાભ થાય?
- ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.
- વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.
- માનસિક તણાવ અને ભય દૂર થાય છે.
- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.
- ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
- પરિવાર પર ખરાબ નજર લાગતી નથી.
આમ, વાત કરવામાં આવે તો અનેક લોકોના ઘરે પંચમુખી હનુમાનજીની તસવીર લગાવેલી હોય છે. પરંતુ, આ તસવીર તમે સાચી દિશામાં લગાવતા નથી તો એની નેગેટિવ અસર પડી શકે છે. આ માટે પંચમુખી હનુમાનજીની મૂર્તિ સાચી દિશામાં લગાવવી ખૂબ જરૂરી છે. તસવીર સાચી દિશામાં હોય તો તમને આર્થિક લાભ થઈ શકે છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.