Abtak Media Google News

પંડ્યા ટીમ ઇન્ડિયા માટે એક્સ-ફેક્ટર સમાન, ટીમને સારો ફિનિશર મળ્યો: વિરાટ

ભારતે કાંગારુંને તેના ઘર આંગણે રમાઈ રહેલી ટી – ૨૦ સિરીઝમાં કારમી હાર આપી ૨-૧થી સિરીઝ કબ્જે કરી છે. અગાઉના બે મેચ ભારતે કબ્જે કર્યા હતા જો કે, અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની લાજ રાખી હતી. અગાઉના બે મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું. તેમાં પણ બીજા મેચમાં હાર્દિક પાવર અંતિમ ઓવરમાં પણ યથાવત રહ્યો હતો. બીજા મેચ દરમિયાન ભારતે જીતવા માટે અંતિમ ઓવરમાં કુલ ૧૪ રનની જરૂરિયાત હતી. સ્ટ્રાઈકમાં હાર્દિક પંડ્યા હતો. પ્રથમ બોલમાં ૨ રન લીધા બાદ હાર્દિક પંડ્યાએ બે છગ્ગા લગાવી ઓસીને ભોંય ભેગા કર્યા હતા.

હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઈંઙક માં પણ ખૂબ સારું રહ્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા પંડ્યા અને પોલાર્ડના પાવરે વધુ એક ઈંઙક સિઝનનો ખિતાબ મૂંબઇને અપવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે બાદ પંડ્યાનો પાવર આંતરરાષ્ટ્રીય મેચમાં પણ જોવા મળ્યો હતો. અમુક ભૂતપૂર્વ ક્રિકેટરોએ પંડ્યાને ’ગ્રેટ હિટર’ અને ’ગ્રેટ ફિનિશર’ ની પદવી પણ આપી છે. ત્યારે કેપ્ટન કોહલીએ હાર્દિક સમક્ષ વધુ એક પડકાર ફેંક્યો છે.

કેપ્ટન કોહલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પંડ્યા અંગે પૂછયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, પંડ્યાએ ટેસ્ટ મેચમાં બોલિંગ કરવી પડશે. હાલ સુધીના ફોર્મેટમાં પંડ્યા પાસે કોઈ ખાસ બોલિંગ કરાવાઈ નથી તેથી ટેસ્ટ મેચમાં પંડ્યાની બોલિંગને પણ અજમાવીશું. કોહલીએ ઉમેર્યું હતું કે,  ઓલ રાઉન્ડરનો મતલબ જ એ હોય છે કે જ્યાં જરૂર પડે ત્યાં સ્પેરવહિલની જેમ બંધ બેસતો પ્લેયર એટલે ઓલ રાઉન્ડર. ઉલ્લેખનીય બાબત છે કે, વન ડે સિરીઝમાં હાર્દિકે અનુક્રમે ૯૦ રન અને ૯૨ રનની પારી રમી હતી. ટી – ૨૦ સિરિઝના બીજા મેચમાં ૨૨ બોલમાં પંડ્યાએ અણનમ ૪૨ રન કરીને ભારતને જીત અપાવી હતી. જેથી હાર્દિકને ટેસ્ટ મેચમાં બેટિંગ ઓર્ડર માટે અનામત રાખવામાં આવશે કે કેમ તે અંગે પૂછયેલા સવાલના જવાબમાં કોહલીએ વિપરીત જવાબ આપ્યો હતો.

કોહલીએ કહ્યું હતું કે, હાર્દિકે હજુ બોલિંગ કરી નથી અને હું જાણું છું કે, પંડ્યા હાલના તબક્કે બોલિંગ કરવા સક્ષમ નથી પણ અમે પંડ્યાને ઈંઙક માં બોલિંગ કરતો જોયો છે. જેમાં પંડ્યાનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. જો કે, ટી – ૨૦ ફોર્મેટ અને ટેસ્ટ ફોર્મેટમાં ઘણો ફર્ક હોય છે. પંડ્યા ટેસ્ટ ફોર્મેટમાં બોલિંગ કરે તે જરૂરી પણ છે. કોહકીનું માનવું છે કે, હવે પંડ્યા તમામ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવા સક્ષમ બની રહ્યો છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં પંડ્યા ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સમાન સાબિત થઈ રહ્યો છે. અમને એક સારો ફિનિશર પંડ્યાના સ્વરૂપમાં મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.