Abtak Media Google News

પુર્ણે ખાતે આઠમો એવોર્ડ શો સંપન્ન

ધ ડિઝાઇન ઇન્ડિયા શો (ટીડીએસ) દ્વારા આઠમો એવોર્ડ શો ગઇ તા.11મી નવેમ્બરે ધ રિટઝ કાર્લટન, પુર્ણે ખાતે યોજાયો હતો. આ એવોર્ડ ફંકશનમાં અમદાવાદ ખાતે આવેલ ડી આઇસ બ્રેકર ક્રિએટીવ સ્ટુડીયોનાં સ્થાપક પંકિત શેઠને તેમના શ્રેષ્ઠ ડિઝાઇન સ્ટુડીયો અને શ્રેષ્ઠ ડિઝાઇન પ્રોજેકટ કેટેગરી માટે ધ ડિઝાઇન ઇન્ડિયા એવોર્ડસ- 2022 તરફથી એવોર્ડ એનાયત કરાયો હતો.

આ એવોર્ડસમાં ડિઝાઇન સ્ટુડીયો અને વિવિધ ડિઝાઇન ક્ષેત્રોની એજન્સીઓને સન્માનીત કરવામાં આવી હતી. આ સમારંભમાં અનેક વિષયો પર પેનલ ડિસ્કશન અને વર્કશોપનું પણ આયોજનજ કરવામાં આવ્યું હતું. જેમાં હ્રદયેશ, દેશપાંડી, આનંદો દત્તા, ડો. અનિલ સિન્હા  જેવા ડિઝાઇન અનુભવીઓ તેમજ એનઆઇડી અમદાવાદ તરુણ દીપ ગિરધર જેવા પ્રખ્યાત ડિઝાઇનરોએ શોમાં હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.