Abtak Media Google News

કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં નાના પાર્સલોમાં તબીબી પુરવઠો, તબીબી સાધનો, ખાદ્ય ચીજો વગેરે જેવી આવશ્યક ચીજોની સપ્લાય માટે પશ્ચિમ રેલવે દ્વારા 13 એપ્રિલના રોજ રાજકોટ-કોઈમ્બતુર અને 16 એપ્રિલે કોઈમ્બતુર-રાજકોટ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

ટ્રેન નંબર 00926 રાજકોટ-કોઈમ્બતુર પાર્સલ સ્પેશિયલ ટ્રેન 13 એપ્રિલ, 2020 ના રોજ સાંજે 17.30 વાગ્યે ઉપડીને એજ દિવસે રાત્રે 21.30 વાગ્યે અમદાવાદ અને ત્રીજા દિવસે બપોરે 12.30 વાગ્યે કોઈમ્બતુરથી પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 00927 કોઈમ્બતુર-રાજકોટ પાર્સલ સ્પેશિયલ ટ્રેન 16 એપ્રિલ, 2020 ના રોજ સવારે 05.00 વાગ્યે ઉપડીને ત્રીજા દિવસે સાંજે 19.45 વાગે અમદાવાદ તથા રાત્રે 23.45 વાગ્યે રોજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, પનવેલ, પુના, દૌંડ, સોલાપુર, વાડી, સિકંદરાબાદ, કૃષ્ણપુરમ, સેલમ, કોઈમ્બતુર સ્ટેશનો પર રોકાશે. રોજકોટ થી ચાલવાવાળી ટ્રેન નં . 00926 રાજકોટ – કોઈમ્બતુર પાર્સલ સ્પેશિયલ ટ્રેન પણ સુરેન્દ્રનગર સ્ટેશન પર રોકાશે.

આ સંદર્ભમાં અન્ય કોઇ પ્રશ્નો અથવા જરૂરી સહાય માટે, વેપારીઓ નીચે મુજબ પશ્ચિમ રેલ્વેના સંબંધિત વિભાગીય અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.

· શ્રી રાકેશ પુરોહિત, રાજકોટ – 09424097952

· શ્રી અતુલ ત્રિપાઠી, અમદાવાદ – 09724093954

· કુ નીલમ, વડોદરા, – 09724091952

· કુ અનિતા, મુંબઇ સેન્ટ્રલ – 09004499958

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.