ઘરભંગુ’ બનવા કરતા આશા પારેખે એકલા રહેવુ પસંદ કર્યુ

aasha parekh | bollywood | entertainment
aasha parekh | bollywood | entertainment

‘હા, નાશીર સાહબ જ એકમાત્ર વ્યક્તિ હતા જેને મેં પ્રેમ કર્યો’: આશા પારેખ

‘હા, નાશીર સાહબ  જ એકમાત્ર વ્યક્તિ હતા જેને મેં પ્રેમ કર્યો છે, હું ક્યારેય ઘર ભાંગનાર ન હતી, મારા અને નાસીરના પરિવાર વચ્ચે કોઇપણ મતભેદ ન હતો.’ તેમ આશા પારેખે પોતાની દાસ્તાન-એ-બયાઁ બાયોગ્રાફી ‘હિટ ગર્લ’માં ફોડ પાડ્યો છે.

આશા પારેખને લઇને નાશીર હુસેને છ ફિલ્મો બનાવી હતી. પારેખે બોલીવુડમાં પોતાના નાશીર હુસેન સાથેના લવ અફેર બાબતે ‘હિટ ગર્લ’માં ફોડ પાડ્યો છે. અગાઉ ઋષિ કપુરે પોતાના પિતા રાજ કપુરના કો-સ્ટાર નરગીસ સાથેના ઇલુ-ઇલુ અંગે કેટલાક ઘટ્ટસ્ફોટ કર્યા હતા. નાશીર હુસેન અને આશા પારેખની જોડીએ સાત સફળ ફિલ્મો આપી હતી. જેમાં છ હુસેને ડિરેક્ટ કરી હતી. ‘દિલ દેકે દેખો’, ‘પ્યાર કા મૌસમ’ અને ‘કારવા’ને ડિરેક્ટ કરી હતી જ્યારે ‘તિસરી મંઝીલ’ને પ્રોડ્યુસ કરી હતી. નાશીર હુસેન ખ્યાતનામ અભિનેતા આમિર ખાનના કાકા તેમજ મન્સુર ખાનના પિતા અને ઇમરાન ખાનના નાના થાય છે. તેમનું મૃત્યુ ર૦૦રમાં થયું હતું.

‘હિટ ગર્લ’માં આશા પારેખે પોતે ‘ઘરભંગુ’ ન હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે નાશીર અને પોતાના પરિવાર વચ્ચે મતભેદ ન હોવાનું કહ્યું છે.  તેમના પુસ્તકના વિમોચન સમયે નાશીર હુસેનના પુત્રી નુસરત તેમજ ઇમરાન ખાન પણ હાજર હતા. આ સમયે આમીર ખાનના માતા ઝીન્નત હુસેન પણ ઉપસ્થિત રહ્યા હતા.