Abtak Media Google News

અઢી કલાકના સેશનમાં સિનિયર ટીચર્સ મીરલબેન નાણાવટી અને અંજુબેન રામનાની બાળકના ઉછેરમાં માતા-પિતાની સર્જનાત્મક ભૂમિકા સમજાવશે

આર્ટ ઓફ લીવીંગ અને શ્રીશ્રી એકેડેમી સ્કૂલ દ્વારા ગુરુદેવ શ્રીશ્રી રવિશંકર રચિત ‘નો યોર ચાઈલ્ડ સેમિનાર’નું કાલે તેમજ રવિવારે રોટરી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પેરેન્ટીંગ સેમિનાર બે દિવસ દરમિયાન અઢી કલાકના સેશનમાં યોજાશે. જે અંગે વિગત આપવા આર્ટ ઓફ લિવિંગના સીનીયર ટીચર્સ અંજુબેન રામનાની, મિરલબેન નાણાવટી, પ્રકાશભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ કારેથા, છત્રપાલસિંહ વાઘેલા, જયભાઈ પઢ, મિતાબા જાડેજા, હર્ષવર્ધનસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વોકર્શોપના સંચાલક મીરલબેન નાણાવટી અને અંજુબેન રામનાનીએ જણાવ્યું હતું કે, આ વર્કશોપથી વાલીઓને અનેક ફાયદા થશે. બાળકોના જીદી વર્તન માટે વાલીઓ બાળકની આદતો પાછળ રહેલા મૂળ કારણો સમજવા પડશે. વાલીઓ બાળકોની લાગણીઓ અને સ્વભાવમાં થતા ઉતાર-ચઢાવના કારણો સમજશે તો બાળકોના ઉછેરની રીતમાં વાલીઓ આમૂલ પરિવર્તન લાવી શકશે. અઢી કલાક ખુબ જ ઉંડાણ પૂર્વક બાળકના સ્વભાવ બાબતેનું જ્ઞાન મળતા વાલીઓ બાળકોને પોતાના લક્ષ્યથી ભટકાવતા પરીબળોને ઓળખી શકશે. બાળકની જીદ, ગુસ્સો અને એની પાછળના કારણોને સમજી શકશે. નો યોર ચાઈલ્ડ સેમીનાર માત્ર અઢી કલાકમાં બાળકોને એમના અભ્યાસમાં રૂચી પડે એ માટે અને બાળકના વ્યકિતત્વ વિકાસ માટે એમને સહાયક થઈ શકશે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જાણીતા ઉધોગપતિ નિરજ આર્યા, પ્રતિષ્ઠીત શિક્ષણવિદ મેહુલભાઈ ‚પાણી સહિતના મહાનુભાવો પણ સેમિનારમાં હાજરી આપશે. શ્રીશ્રી એકેડેમીના સંચાલક ભુપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ અને ગેજેટસના જમાનામાં બાળકોના જીવનમાં શું ચાલી રહ્યું છે એ બાળકોના માતા-પિતા કરતા એમના મિત્રોને વધુ ખબર હોય છે. બાળકો એમના પ્રોબ્લેમ્સ લઈને એમના માતા પિતા પાસે જવા કરતા મિત્રો પાસે જવાનું વધુ પસંદ કરે છે. માતા પિતા જો બાળકોને સમજી શકશે તો એ એમના મિત્ર બની શકશે અને બાળકોને એમની ટીનેજમાં એમને સાચું માર્ગદર્શન આપી શકશે. આ ઉદેશ્ય સાથે જ શ્રીશ્રી એકેડેમીએ નો યોર ચાઈલ્ડ સેમિનારનું આયોજન કર્યું છે. વાલીઓ ૩૧ માર્ચ અથવા ૧ એપ્રિલના કોઈ એક સમય પસંદ કરી આ વર્કશોપમાં જોડાઈ શકે છે.  -tiny.cc/kycrajkot લીંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે મો.નં.૯૨૨૭૫ ૬૦૦૦૯ ઉપર સંપર્ક કરવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.