અમરેલીમાં પરેશ ધાનાણીનો દબદબો: ત્રણ દિગ્ગજ નેતા રૂપાલા, સંઘાણી અને ઉધાડને પછાડી હેટ્રીક

amreli
amreli

દામનગર લાઠી બાબરા વિધાનસભા બેઠક ૯૬ પર વિરજીભાઈ ઠૂંમર વિજેતા જાહેર થતા સમર્થકો એ અમરેલી પ્રતાપરાય આર્ટ કોલેજ ખાતે જ ખભે ઊંચકી લીધા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત પ્રમુખ પુત્રી જેનીબેન ઠૂંમર અને પિતા વિરજીભાઈ પ્રસન્ન મુદ્રા માં સમર્થકો નું અભિવાદન જીલ્યું હતું.

બે વર્ષ થી અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પારદર્શિતા ભર્યો વહીવટ અને રૂરલ ગ્રામ્ય વિસ્તારો નો વિકાસ મિલનસાર સ્વભાવ નાના માં નાની રજુઆત અંગે અંગત રસ લઈ ઉકેલવા નો જેનીબેન ઠૂંમર નો અભિગમ જિલ્લા માં કારગત નીવડ્યો પોતા ના પિતા ને નહિ પણ સમગ્ર જિલ્લા માં તમામ બેઠકો પર મિતભાષી પ્રભાવશાહી વક્તવ્ય કોઈ પણ ની ટીકાટીપણ વગર નવસર્જન ના નાદ સાથે કોંગ્રેસ પરિવાર ની પ્રજાલક્ષી વાત જનતા ને થતા અન્યાય અને તેના ઉકેલ ની દ્રષ્ટિ થી અમરેલી જિલ્લા ની જનતા એ પરિવર્તન કરી કોંગ્રેસ માં વિશ્વાસ વ્યક્ત કર્યો.

જિલ્લા ની તમામ બેઠકો ની જીત પાછળ પ્રજા ના પ્રશ્નો અને તેના ઉકેલ માટે સતત તત્પર રહેતા અગ્રણી ઓ નો સ્વીકાર કરતા મતદારો એ ખરો વિવેક દાખવ્યો છે ત્યારે પિતા પુત્રી જીત બાદ પ્રસન્ન મુદ્રા માં અમરેલી અમરેલી જિલ્લા એ કાયમ નેતૃત્વ પુરુ પડ્યું છે સ્ટેટ કે દેશ ની રાજકીય ગતિવિધિ માં સદા અગ્રેસર અમરેલી જિલ્લા એ આ વખતે પણ દબદબો જાળવ્યો પરેશભાઈ ધાનાણી એ તો હેટ્રિક મારી પ્રથમ રૂપાલા ને હરાવ્યા પછી સંધાણી ને હરાવ્યા અને અત્યારે ઉઘાડ બાવકુભાઈ ને હરાવી રાજકીય ઇતિહાસ રચી દેતા અમરેલી જિલ્લા એ ભાજપ ના શાશન માં દબદબો જાળવિયો તેમ હવે કોંગ્રેસ માં પણ અમરેલી એ દબદબો બનાવ્યો પ્રતાપદુઘાત પરેશ ધાનાણી જે વી કાકડીયા વિરજીભાઈ ઠૂંમર અમરીશ ડેર ગુજરાત વિધાન સભા માં અમરેલી ગુજરાત લેવલે વજન વધ્યું  નેતૃત્વ કરવા ટેવયેલ અમરેલી નો નવો રાજકીય ઉદય અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નો રાજ્ય અને દેશ લેવલે દબદબો રહ્યો.

હવે કોંગ્રેસ નો અમરેલી થી અનોખો ઉદય આગામી દિવસો માં ગુજરાત અને દેશ સુધી કારગત રહેશે પરેશભાઈ ધાનાણી રાહુલ ગાંધી થી એકદમ નિકટ ની વ્યક્તિ ઓ માં ની એક છે અને તેવી જ મહિલા રાજકીય નેતૃત્વ જેનીબેન ઠૂંમર આગામી લોકસભા ના ઉમેદવાર ની ઉમિદ તરીકે જોવાય રહ્યા છે બે વર્ષ થી અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે પારદર્શિતા અસરકારક રહ્યા છે ત્યારે આગામી રાજકીય ઉજવું ભવિષ્ય અમરેલી થી ઉદય થયું છે તે ગૌરવ ની વાત છે