પરિણીતી ચોપરાએ કરી લીધી સગાઈ ?? રીંગ પહેરેલો વીડીયો આવ્યો સામે

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મીડીયાએ અનેક વખત બન્નેને સ્પોટ કર્યા હતા તદુપરાંત, સાંસદ સંજીવ અરોરાએ રાઘવ અને પરિણીતીને અભિનંદન આપતા ટ્વીટ કર્યા હતા જેણે તેમની સગાઈની અફવાઓ ફેલાવી હતી. આ દરમિયાન પરિણીતી અને રાઘવ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે પરિણીતી પોતાની રીંગને લઈને ચર્ચામાં ફરી જોવા મળી રહી છે.

પરિણીતી ચોપરાએ સોમવારે રાત્રે પોતાની વીંટી વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રી સોમવારે રાત્રે સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાની ઓફિસમાં જોવા મળી હતી. આ દરમિયાન પરિણીતીએ શ્રગ તરીકે બટન વિનાના શર્ટ સાથે સફેદ ક્રોપ ટોપ અને ડેનિમ્સ પહેર્યું હતું. પરિણીતી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના સંબંધો નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. સિંગર હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચારને લઈને નિવેદન આપ્યું છે. હાર્ડી સંધુએ કહ્યું હતું કે તેણે પરિણીતીને ફોન કરીને અભિનંદન આપ્યા છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ રાઘવ અને પરિણીતીને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે.