Abtak Media Google News

શરમજનક નિવેદન કરનારા સામે યોગ્ય કાર્યવાહીની અપીલ

પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના યુવા મોરચાના સભ્યએ મમતા બેનરજીને રાક્ષસ ગણાવીને તેમનું માથુ વાઢી લાવનારને ૧૧ લાખના ઈનામની જાહેરાત કરી હતી. આ નિવેદન બાદ હોબાળો મચ્યો છે. અને ઠેર ઠેર તેની ટીમ થઈ રહી છે. આમુદો સંસદમાં પણ ગાજયો હતો અને ખૂદ સરકારે આ નિવેદનની ટીકા કરી હતી. સંસદે પણ મુખ્યમંત્રી મમતા બેનરજીનું માથુ વાઢવાનાં નિવેદનની નિંદા કરતા કહ્યું હતુ કે પક્ષોએ સંયમ જાળવવો જોઈએ. બંને ગૃહોમાં તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ આ મુદો ઉઠાવ્યો હતો જેમાં રાજય સભાનાં ડેપ્યુટી ચેરમેન પી.જે. કુરીયને કહ્યું હતુ કે, રાજય સરકારે આ નિવેદન બદલ ફરિયાદ નોંધાવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

બીજી તરફ અપર હાઉસમાં ટીઅમેસીનાં સભ્ય સુખેન્દુ શેખરે કહ્યું હતુ કે મહિલા મુખ્યમંત્રી સમક્ષ આવા નિવેદનો તદન અયોગ્ય છે. અને રાજકીય ક્ષેત્ર માટે આ ઘટના દુ:ખ સમાન છે.આ ઉપરાંત મુખ્તાર અબ્બાસ નકવીએ પણ આ નિવેદનને વખોડયું હતુ અને યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.