પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ‘મુરતિયા’ નક્કી કરવા પ્રદેશ ભાજપ પાર્લામેટરી બોર્ડની પાર્લામેન્ટરી

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા

ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 3જી ઓકટોબરના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ગઈકાલે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.

આજે સવારે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંભવત: ભાજપ દ્વારા 3 થી 4 દિવસમાં ઉમેદવારના નામની વિધિવત ઘોષણા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના ગુજરાત ભાજપ ચૂંટણી સમીતીની બેઠક મળી હતી. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, રજનીભાઈ પટેલ, વિનોદ ચાવડા સહિતના પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી સેન્સ દરમિયાન જે નામોની પેનલ બનાવવામાં આવી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.