7મીથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ: 16 નવા બીલ માટે સરકાર ‘તૈયાર’

બહુરાજ્ય સહકારી મંડળીઓની જવાબદારીમાં વધારો, ચૂંટણી પ્રક્રિયામાં સુધારો, નેશનલ ડેન્ટલ કમિશનની સ્થાપના, ડેન્ટલ એક્ટ-1948 રદ્ અને નર્સિંગ કમિશન સહિતના બીલો રજૂ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા 7મી ડિસેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 16 નવા બીલ રજૂ કરશે. જેમાં બહુરાજ્ય સહકારી મંડળીઓની જવાબદારીમાં વધારો, ચૂંટણી પ્રક્રિયામાં સુધારો, ડેન્ટલ એક્ટ-1948ને રદ્ કરી નેશનલ ડેન્ટલ કમિશનની રચના, નર્સિંગ કમિશનની સ્થાપના જેવા મહત્વના બીલો રજૂ કરવામાં આવશે. આગામી વર્ષે સંસદની ચૂંટણી હોય સરકાર દ્વારા 5 વર્ષના નિર્ધાર પૂરા કરવા મહત્વના બીલો પાસ કરાવવા માટે સક્રિય બની છે. 7મી તારીખથી શરૂ થનારૂ સંસદનું સત્ર રાજકીય સમરાંગણ અને શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર સંઘર્ષનું સત્ર બને તેવું પણ ચર્ચા રહ્યું છે.