રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખપદે પરેશ ગજેરાની નિમણૂંક

pareshgajera | rajkot | buidersasso.
pareshgajera | rajkot | buidersasso.

ઘનશ્યામભાઈ પટેલની અણધારી વિદાયી પ્રમુખની જવાબદારી ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાને સોંપાઈ: ઉપપ્રમુખ પદે ધ્રુવિક તળાવીયા: સ્વ.ઘનશ્યામ પટેલના અધુરા સ્વપ્નને પૂર્ણ કરવા પરેશ ગજેરાની કટીબધ્ધતા

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખપદે પરેશભાઈ ગજેરાની નિમણૂંક કરવામાં આવી છે. તાજેતરમાં બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલનું આકસ્મિક નિધન તા એસો.ના પ્રમુખની જગ્યા ખાલી પડી હતી. હવે આ જવાબદારી ખોડલધામના પ્રમુખ અને જાણીતા બિલ્ડર પરેશભાઈ ગજેરા સંભાળશે.

ગઈકાલે રાત્રે રાજકોટ બિલ્ડર્સ એસો.ના બોર્ડ મેમ્બરોની એક મીટીંગ મળી હતી જેમાં સર્વાનુમતે પરેશભાઈ ગજેરાની વરણી કરવામાં આવતા શુભેચ્છા વર્ષા ઈ રહી છે. સ્વ.ઘનશ્યામભાઈના અધુરા સ્વપ્નને પૂર્ણ કરવા રાજકોટ બિલ્ડર્સ એસો.ના કારોબારી સભ્યોએ પરેશભાઈ ગજેરાની પ્રમુખપદે સર્વાનુમતે નિમણૂંક કરી છે અને ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ તળાવીયાના પુત્ર ધ્રુવિક તળાવીયાને સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ બિલ્ડર્સ એસો.ના દરેક કાર્યોને વેગવંતુ બનાવવા ઘનશ્યામભાઈ પટેલ સતત સક્રિય રહ્યાં હતા. તાજેતરમાં તેમને હાર્ટ એટેક આવી જતા તેમનું નાની વયે નિધન તથા એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ગુમાવ્યાની લાગણી શહેરના બિલ્ડર્સ લોબીએ વ્યકત કરી હતી. દરમિયાન એસો.ના એજન્ડા અને તેની કામગીરીને તેમજ સ્વ. ઘનશ્યામભાઈ પટેલના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ખોડલધામના પ્રમુખ તેમજ નાની એવી વયે કોર્પોરેટર રહી ચુકેલા પરેશભાઈ ગજેરાની સર્વાનુમતે વરણી તથા ચેરમેન નીતિન રાયચુરા, સમીર ગામી, સેક્રેટરી સુજીત ઉદાણી, જો.સેક્રેટરી અમીત રાજા, ખજાનચી જીતુ કોઠારી, અમીત ત્રાબડીયા, મેમ્બર બાકીર ગાંધી, નિહિર મણીયાર, દિલીપ લાડાણી, વાય.બી.રાણા, નિખીલ પટેલ સહિત બિલ્ડર્સો દ્વારા શુભેચ્છા વર્ષા થઈ રહી છે.