પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે શોભાયાત્રા મહાઆરતી સહિતના કાર્યક્રમો

rajkot
rajkot

ત્રિકોણબાગે આજથી દરરોજ થશે મહાઆરતી

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામનો પ્રાગટય દીન એટલે અક્ષયતૃતીયા (અખાત્રીજ) તા. ૨૮-૪ ને શુક્રવારના રોજ છે. જે બ્રહ્મ તેજ નેવધુમાં વધુ બળતવર બનાવવાનો ગૌરવ દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતિ ભવ્યા તી ભવ્ય રીતે ઉજવાય તે માટે ભગવાન શ્રીપરશુરામ જન્મોત્સવ સમીતી દ્વારા આયોજન કરેલ છે. જન્મ જયંતિ નીમીતે શોભાયાત્રા મહાપ્રસાદ તથા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

પરશુરામ જન્મોત્સવ સમીતી દ્વારા પરશુરામ શોભાયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છ. આ વર્ષના નવા ક્ધવીનર પદે વર્ષ ૨૦૧૭ની શોભાયાત્રાના યુવા ધારાશાસ્ત્રી મોનિષભાઇ જોષી ની સર્વાનું મતે વરણી કરવામાં આવેલ છે. તથા છેલ્લા ૧૦.૧૨ વર્ષથી બ્રાહ્મણ સમાજની જુદી જુદી યુવા સમીતીઓ સાથે જોડાયેલ છે. તેમજ છેલ્લા ૧૦ વર્ષથી શોભાયાત્રાની ઉજવણીની વ્યવસ્થા અને સંકલનમાં મહત્વની કામગીરી બજાવેલ છે.

સૌ પ્રથમ આ વર્ષે મહીલા પાંખની પણ રચના કરવામાં આવી છે. બહેનો પણ તૈયારીમાં સાથ સહકાર આપી રહ્યા છે. તા. ૧૭-૪ (સોમવાર) થી ત્રિકોણબાગ ખાતે ભગવાન શ્રી પરશુરામ મૂર્તિની સ્થાપના કરી રોજ સાંજે ૮ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સગમ્ર સમાજ લાભ લઇ શકે તેનુ: પણ આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા ભવ્યાભીભવ્ય રીતે ઉજવાય તે માટે સામાજીક સંસ્થાઓનો સંપર્ક થઇ રહેલ છે.શોભાયાત્રામાં જોડાવવા માટે વોર્ડ વાઇઝ મીટીંગનો દોર શરુ કરવામાં આવેલ છે. આ વર્ષે વિવિધ ફલોટમાં મુખ્ય ફલોટમાં ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ તેમજ ચાર વૈદ, હિન્દુ ધર્મોનાં ગ્રંથો તથા હિન્દુ સમાજના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવશે.

આ વિવિધ ફલોટમાં ધાર્મિક ગ્રંથો તેમજ દેવદેવીઓના તથા ગાયત્રી યજ્ઞ તેમજ દેશની આઝાદી માટે જેઓએ માતૃભૂમિ માટે શહીદી વ્હોરી છે. એવા બ્રહ્મવિરપુ‚ષો, ખુદીરામબોઝ, લાલ, બાલ, પાલ વિરસાવકર બંધુ, ફાડકેબંધુ, રાજગુરુ બંધુ તેમજ ઝાંસીની રાણી તથા શ્રી દુર્ગાભાભી એવા મહાન વ્યકિતઓની ઝાંખી કરવામાં આવશે.શોભાયાત્રા સાંજે ૪ કલાકે પંચનાથ મંદીરથી પ્રસ્થાન કરવામાં આવશે તથા જુદા જુદા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. અને જાહેર માર્ગો પર પસાર થઇને સાંજે પરશુરામ ધામ ખાતે ૭ કલાકે પહોંચશે ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગ ભવ્યાતીભવ્ય રીતે ઉજવાય તે માટેની પ૧ યુવાનોની કમીટીની રચના કરવામાં આવેલ છે. જેને વ્યવસ્થાના ભાગરુપે જુદી જુદી કમીટીની રચના કરવામાં આવેલ છ. તેમની જુદી જુદી કામગીરીની વહેંચણી કરવામાં આવેલ છે. સૌ કોઇએ ઉત્સાહભેર જવાબદારી સ્વીકારી તન, મન, અને ધનથી તડામાર તૈયારી શરુ કરેલ છે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં બ્રાહ્મણ સાજના વડીલો, બ્રાહ્મણ સમાજના આગેવાનો યુવાનોને માર્ગદર્શન અનેસાથ સહકાર આપીને યુવાનોને પ્રોત્સાહિત કરશે.