Abtak Media Google News

બ્રહ્માસ્ત્ર ફિલ્મને દર્શકોનો અઢળક પ્રેમ મળ્યા બાદ અયાન મુખર્જીએ વચન આપ્યું હતું કે તે તેના વધુ ભાગો લાવશે. હવે તેણે આ અંગે ઘણા અપડેટ્સ આપ્યા છે. મંગળવારે અયાને ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી જેમાં તેમણે બ્રહ્માસ્ત્રના આગામી ૨ ભાગની રીલીઝ ડેટ વિશે જણાવ્યું છે. તે બ્રહ્માસ્ત્રના વધુ બે ભાગ લાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે બંને ભાગો એક સાથે બનાવવામાં આવશે અને તે જ સમયે રિલીઝ કરવામાં આવશે.

https://www.instagram.com/p/CqmiSzyIaUu/?igshid=YmMyMTA2M2Y=

બ્રહ્માસ્ત્રના પ્રથમ ભાગમાં રણવીર કપૂર લીડ રોલમાં જોવા મળ્યો હતો તે ભાગ બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો ત્યારે બીજો ભાગ પહેલા કરતા ઓછો સમય લેશે જ્યારે ત્રીજો ભાગ જલ્દી આવશે. અયાને આગામી બંને પાર્ટની રિલીઝનો સમય પણ જણાવ્યો છે.

અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર દર્શકોને પસંદ આવી હતી. તેને જોયા બાદ જ તેની સિક્વલની ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર અયાને જણાવ્યું છે કે ભાગ 2 દેવ અને ત્રીજો ભાગ પણ રિલીઝ થવા જઈ રહ્યો છે. અયાન બીજો ભાગ ડિસેમ્બર 2026માં અને ત્રીજો ભાગ 2027માં રિલીઝ કરશે. અયાને પોસ્ટમાં ફિલ્મ મોડી રિલીઝ થવાનું કારણ પણ આપ્યું છે. તેણે લખ્યું છે કે ભાગ 1 ને મળેલા પ્રેમથી તે ખુશ છે અને તેને ભાગ 2 અને 3 બનાવવા માટે પ્રેરિત કર્યા છે પરંતુ તેને લાગે છે કે સ્ક્રિપ્ટને પરફેક્ટ કરવામાં થોડો સમય લાગશે.

 

બ્રહ્માસ્ત્ર પાર્ટ ૧માં અનેક દિગ્ગજ કલાકારો જેવા કે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, મોની રોય, નાગાર્જુન, ડીમ્પલ કાપડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું ત્યારે અયાન મુખર્જી દ્વારા બીજા અને ત્રીજા પાર્ટ વિશે પોસ્ટ અપલોડ કરતા દર્શકોએ અનેક રીએક્શન આપ્યા હતા. કેટલાક લોકો આ સમાચારથી ઉત્સાહિત છે. ઘણા લોકોએ લખ્યું છે કે હવે લોકો 4-5 વર્ષ કેવી રીતે રાહ જોશે કારણ કે વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એક યુઝરે લખ્યું છે કે જો ફિલ્મ જલ્દી રીલિઝ નહીં થાય તો માર મારવામાં આવશે. બીજાએ લખ્યું છે કે, અમે આટલી રાહ જોઈ શકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.