Abtak Media Google News

બાંટવા નગરપાલિકાના પ્રમુખ ના અદયક્ષસ્થાને બાંટવા જવાહર રોડ પર આવેલ બગીચામાં દેશ દુનિયા માં વધતા કોરોના કેસ ના લીધે  સાવચેતી ના પગલાં રૂપે સોસીયલ ડિસ્ટન્સ અને કોવિડની 19ની ગાઈડલાઈન મુજબ  એક મિટિંગ રાખવામાં  આવેલ આ મિટિંગમાં બાંટવા સરકારી દવાખાનાનો સ્ટાફ. પોલીસ સ્ટાફ. તમામ એસોસિએશનના પ્રમુખે-તમામ નાના મોટા વેપારીઓ-આગેવાનો- નગરપાલિકાના તમામ સાથી સદસ્યો શહેર ભા.જ.પ પ્રમુખ અને મહામંત્રી બધા  હાજર રહેલ.

તમામ વેપારીમિત્રો- આગેવાનો- બુદ્ધિજીવી ઓના અભિપ્રાય અને સલાહ સુચન તેમજ હોસ્પિટલના સ્ટાફની સલાહ લઈ ને આગામી શુ પગલાં લેવા તે બાબતે ચર્ચા કરવા મા આવેલ.અને આ મિટિંગમાં  સર્વસંમતિ થી તારીખ  10/4/2021 ને શનિવાર થી લઇને તારીખ 30/4/2021 ને  શુક્રવાર સુધી બાંટવાના તમામ ધંધા રોજગાર સવારે 8:00 કલાકથી લઇને સાંજે 5:30 કલાક સુધી ખુલા રાખવાનો  તેમજ રવિવારે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ.તેમજ આ  નિર્ણયની નોંધ  બાંટવાના ગ્રામજનોએ લેવા પ્રમુખ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.