રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ

ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં 4 કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. આ બિલના પક્ષમાં 99 જ્યારે 84 મત તેની વિરુદ્ધ પડ્યા હતા.

વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત 100 વિરુદ્ધ 84 મતે નામંજૂર થઇ હતી. હવે આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે.