Abtak Media Google News

દેશમાં અકસ્માતના બનાવ વધતા જાય છે ત્યારે મહારાષ્ટ્રમાં આજ રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી હાઇવેની છે જ્યાં સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મુંબઈથી શિરડી આવી રહેલી એક પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. બસ અને ટ્રક સામ-સામે અથડાતા ૧૦ લોકોના મોત થયા હતા. આ બસમાં કુલ 45 મુસાફરો હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.

આ બસ મુંબઈના અંબરનાથથી મુસાફરોને લઈને શિરડી દર્શન માટે જઈ રહી હતી. આ અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર આવેલા પાથેર ગામ પાસે થયો હતો જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં 35 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને નુકસાન થયું હતું. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.

ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મુંબઈથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નર તહસીલના પીઠલ શિવર પાસે સવારે લગભગ 7 વાગે બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ મૃતકોમાં 7 મહિલાઓ, 2 નાના બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.