Abtak Media Google News

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે પાટણમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બે લક્ઝરી અને ઇકો સામસામે ટકરાતા એકનું મોત, ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, અકસ્માતને લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

Kkm

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાની જ્યાં પંચાસર હાઇવે પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના સુઢામાતાના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવારને અકસ્માત નડ્યો હતો. બે લક્ઝરી અને ઇકો સામસામે ટકરાતા એક વ્યક્તિનું મોત અને ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પંચાસર હાઇવે પર ત્રીપલ અકસ્માત થતા એક વ્યક્તિનું મોત છો લોકો ઘાયલ થતા સારવાર માટે શંખેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.