Abtak Media Google News

કોલકાતાની રેફરલ ગર્વમેન્ટ લેબોરેટરીમાં પતંજલિ આમળા રસ આરોગવા માટે અયોગ્ય જણાતા આર્મીના કેન્ટિન સ્ટોર્સ વિભાગે લગાવી રોક

આર્મીના કેન્ટિન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી) યોગ ગુ‚ બાબા રામદેવની પતંજલી આયુર્વેદના આમળાના રસના વેચાણ પર રોક લગાવી છે. આ પ્રોડકટ વિશે એક સરકારી લેબોરેટરી પાસેી નેગેટીવ રિપોર્ટ મળ્યા બાદ સીએસડીએ આ પ્રકારનો નિર્ણય કર્યો છે.

સીએસડીએ ૩ એપ્રિલ, ૨૦૧૦ના રોજ એક અહેવાલમાં તેના તમામ ડેપોને કહ્યું હતું કે તે પતંજલી આમળા રસના પડી રહેલા સ્ટોક માટે એક ડેબિટ નોટ બનાવે જેી કરીને તેને પરત કરી શકાય. આ પરી પ્રશ્ર્નો ઉઠે છે કે શું પતંજલીની પ્રોડકટસ પણ અખાદ્ય છે ?? જણાવી દઈએ કે, પતંજલી આયુર્વેદએ શ‚આતમાં જે પ્રોડકટસ બજારમાં લોન્ચ કરી હતી તેમાં આમળા રસનો પણ સમાવેશ હતો.

બજારમાં આમળા રસની સફળતાએ કંપનીને બે ડઝની વધારે કેટેગરીમાં પ્રોડકટસ લોન્ચ કરવામાં મદદ કરી છે. કંપની તેની પ્રોડકટસને મલ્ટીનેશનલ કંપનીઓના ઉત્પાદનની સરખામણીએ સ્વાસ્થ્ય માટે સારી ગણાવી રહી છે. બે અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, આ બેચની તપાસ કોલકાતાની સેન્ટ્રલ ફુડ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. પતંજલીએ આર્મીની તમામ કેન્ટિનોમાંી આમળા રસને પાછુ ખેંચી લીધું છે. કારણ કે તપાસમાં આમળા રસને ખાવા માટે અયોગ્ય જણાયું હતું.

કોલકાતાની રેફરલ ગવર્નમેન્ટ લેબોરેટરી તે જ પ્રયોગશાળા છે જેમાં બે વર્ષ પહેલા જાહેરાત કરાઈ હતી કે, નેસ્લે મેગી નુડલ્સમાં લેડની માત્રા વધુ છે અને તેમાં એમએસજી પણ સામેલ છે. આ મુદ્દાની નેસ્લેએ સમગ્ર ભારતમાંી મેગીને પાછી ખેંચવી પડી હતી. કેન્ટિન સ્ટોર્સ ડીપાર્ટમેન્ટના રિટેલ આઉટલેટસમાં બિસ્કીટી માંડીને બીઅર, શેમ્પુ અને કાર સુધીની ૫૩૦૦ પ્રોડકટ લગભગ ૧.૨ ગ્રાહકોને વેચાય છે. જેમાં આર્મી, નેવી, એરફોર્સના લોકો અને તેમના પરિવાર ઉપરાંત એકસ-સર્વિસમેનનો સમાવેશ છે. સીએસડીની શ‚આત ૧૯૪૮માં કરાઈ હતી. જેનું મેનેજમેન્ટ રક્ષા મંત્રાલય કરે છે. આ હેઠળ ૩૯૦૧ કેન્ટિન અને ૩૪ ડેપો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.