Abtak Media Google News

અજાણ્યા શખ્સોએ મધરાત્રે ઘરમાં ઘુસી દંપતી પર છરી વડે તુટી પડતા મહિલાનું ઢીમઢાળી દીધું: પતિ ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળી રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટ મારામારી અને હત્યાના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધતા જઈ રહ્યા છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ખાસ કરી સામાન્ય બાબતે ફાયરિંગ અને હત્યાના બનાવ છેલ્લા એક મહિનામાં વધતા ગયા છે જેને લઈને હાલમાં જિલ્લાની જનતા કેટલી સુરક્ષિત છે તેની સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામે વધુ હત્યાનો બનાવ સામે આવ્યો છે.

જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્યારે પોલિસ દ્વારા ગળુ કપાયેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દલિત સમાજના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરામાં દંપતિ પર ઘાતક હુમલો, મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા, એના પતિને પણ ગળાના ભાગે જ છરીના ઘા ઝીંકી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન પાલ ભાઈ સોલંકી અને તેમના પત્ની ઘરમાં હતા તે સમયે કોઇ અજાણ્યા લોકોએ ઘરમાં પ્રવેશ મેળવી અને આ પ્રકારનું કૃત્ય આચર્યું હોય તેવું પ્રાથમિક અનુમાન વર્તાઈ રહી છે તેવા સંજોગોમાં મહિલાનું ગળું કાપી અને રૂમમાં જ હત્યા કરી નાખવામાં આવી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે

ક્રૂરતા ભર્યો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે જેને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ કે મહિલાના પતિ ઉપર પણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે તેમને સારવાર માટે મહેસાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.