- સંશોધકોએ વિચારોને બૌદ્ધિક સંપત્તિમાં ફેરવ્યા
ગુજરાત ટેકનોલોજી ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાતની પ્રજા બુદ્ધિશાળી પ્રજા છે. જે બૌદ્ધિક સંપત્તિ દ્વારા અનેક સંશોધનો કરતી આવી છે. ત્યારે ફરી એક નવું સંશોધન હાથ ધરાયું છે. નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડૉ. રીના ત્રિવેદી પાસે એક ‘ફીડિંગ રોબોટ’ માટે પેટન્ટ છે જે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કોવિડ-19 જેવા ચેપી રોગોથી પીડાતા દર્દીઓને મદદ કરી શકે છે. “કોવિડ-19 રોગચાળા પછી આ વિચારે આકાર લીધો હતો, જ્યાં ચેપના ભયથી ઘણા લોકો દર્દીઓને ખાવાનું આપવા કે લેવા જતા ન હતા. ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પેટન્ટનું ઉદ્દેશ્ય તેને સ્વદેશી રીતે વિકસાવવાનો હતો કારણ કે સમાન ટેકનોલોજી 1,100 ડોલર અને તેથી વધુ કિંમતે ઉપલબ્ધ હતી.”
શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ‘વિકસીત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્તિકરણ’ થીમ સાથે કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ના ડેટા દર્શાવે છે કે બૌદ્ધિક સંપદાના અધિકારો મેળવવા માટે વધતા વલણનો સંકેત આપે છે.
આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ડૉ. ગૌતમ મકવાણા દ્વારા ઉપકરણો માટે મલ્ટી-બેન્ડ રીસીવર તરીકે કામ કરી શકે તેવા 5જી એન્ટેના વિકસાવવા માટે પેટન્ટ બનાવવામાં આવી છે. જે બૌદ્ધિક પ્રગતિ મેળવનાર વૈજ્ઞાનિકોની બીજી ટીમનું નેતૃત્વ કરે છે. તેમને જણાવ્યું હતું કે, “અમારી ડિઝાઇન પેટન્ટ અમને છ થી આઠ મહિનાની પ્રક્રિયા પછી મળી. તેમજ ઉત્પાદન પણ વિકસાવ્યું. આ પેટન્ટ સુરક્ષિત કરવાનો હેતુ ફક્ત તેને સુરક્ષિત રાખવાનો જ નહીં પરંતુ બજારમાં તેની માંગનો ઉકેલ પૂરો પાડવાનો અને વૈશ્વિક સ્તરે સંશોધકો સાથે સહયોગ કરવાનો પણ છે,”
ગુજકોસ્ટના સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહૂએ જણાવ્યું હતું કે 2019-20માં 885 પેટન્ટ અરજીઓની સરખામણીમાં, 2023-24માં 1,744 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. “લગભગ 200 પેટન્ટ મંજૂર કરવામાં આવ્યા છે, અને અન્ય ઘણા પરીક્ષણ અને સમીક્ષા હેઠળ છે. ગુજરાત રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી ક્લસ્ટરો દ્વારા યુવા સંશોધકોને સક્રિયપણે પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જેમાં શૈક્ષણિક, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપી રહ્યું છે.