Abtak Media Google News

આચાર્ય ડો. લોકેશજીએ ‘માનવતા, શક્તિ અને આધ્યાત્મિકતાના ‘14માં વિશ્ર્વ સંગમ’ ને સંબોધિત કર્યું હતું

 

અબતક,રાજકોટ

વિશ્વ શાંતિ નિર્માતા આચાર્ય ડો લોકેશજીએ યુનિવર્સલ સ્પિરિચ્યુઆલિટી એન્ડ હ્યુમેનિટી ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા આયોજિત ” માનવતા શક્તિ અને આધ્યાત્મિકતાના 14 મા વિશ્વ સંગમ’ને સંબોધિત કર્યું . આ કાર્યક્રમમાં દેશ અને વિશ્વના પ્રબુદ્ધ નાગરિકોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને આ વિષય પર પોતાની દલીલો આપી હતી . અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક , વિશ્વ શાંતિદૂત આચાર્ય ડો . લોકેશજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આધ્યાત્મિકતાનો માર્ગ વ્યક્તિ , સમાજ અને વિશ્વ શાંતિ માટેનો માર્ગ મોકળો કરે છે . મનુષ્યની અંદર અનંત શક્તિ છે , જે આધ્યાત્મિકતાથી જાગૃત થાય છે . આધ્યાત્મિકતાની જરૂરિયાત ઔધોગિક ક્ષેત્રો , શૈક્ષણિક સંસ્થાઓ , સરકાર , સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ તમારા કાર્યસ્થળમાં દરેક જગ્યાએ છે . આધ્યાત્મિકતા કોઇ ચોક્કસ ધર્મ , સંપ્રદાય , જાતિ કે વર્ગ સાથે સંબંધિત નથી . આધ્યાત્મિકતા એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે .

આધ્યાત્મિકતા દ્વારા વ્યક્તિ પોતાની આંતરિક ચેતના અને શક્તિને જાગૃત કરી શકે છે અને તેનો ઉપયોગ સમાજ અને પર્યાવરણ અને માનવતાના કલ્યાણ માટે કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે , લોકો સ્વાર્થથી સારા – ખરાબ દરેક કામ કરવા તૈયાર હોય છે . માનવ અવયવોની હેરફેર , બાળ શોષણ, યૌન શોષણ જેવી સમસ્યાઓ આજે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે, જે માનવતા માટે આઘાતજનક છે વિશ્વને આધ્યાત્મિકતાથી વાકેફ કરીને જ એક એવા તર્કસંગત વ્યક્તિત્વનું નિર્માણ થઇ શકે છે જેમાં માનવતાની તમામ સમસ્યાઓનું સમાધાન થાય, ચિશ્તીજી ફાઉન્ડેશનના પ્રમુખ હાજી સૈયદ સલમાન ચિશ્તીજી એ જણાવ્યું હતું કે , ઘણા દેશોમાં મજૂરોને પશુઓની જેમ 12 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે અને તેમને ઓછું વેતન આપવામાં આવે છે . સમાજમાં દિવસેને દિવસે ગુના હત્યા, લૂંટ, બળાત્કારની ઘટનાઓ સાંભળવા મળે છે. દુનિયામાં વધી રહેલા ગુનાખોરીનું પ્રમાણ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક માનવીએ માનવતા ગુમાવી દીધી છે. અત્યારે સમગ્ર વિશ્વએ એક થવાની જરૂર છે , સમાજમાં જાતિ , સંપ્રદાય અને ધર્મથી ઉપર ઉઠીને માનવતાના ધર્મનું પાલન એ જ સાચી સેવા છે. આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રના સ્થાપક  રાજરાજેશ્વર ગુરુજીએ જણાવ્યું હતું કે, આધ્યાત્મિક વ્યક્તિ એક સમજદાર વ્યક્તિત્વ છે જે વાસ્તવિકતાને અવાસ્તવિકતાથી અલગ કરી શકે છે. વળી, જે વ્યકિત આધ્યાત્મિકતા કે શિસ્ત દ્વારા પોતાના સ્વભાવને સાકાર કરી શકે છે તે માનવ છે. તેમણે કહ્યું કે , દરેક ધર્મ મનુષ્યમાં દિવ્યતાની જાગૃતિ માટે છે, વર્તમાન સમયમાં ધર્મને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીએ તે જરૂરી છે ધર્મને સમાજ સેવા સાથે જોડીને તેને સમાજ કલ્યાણ અને માનવતાના કાર્યનો માર્ગ બનાવો, પારસી કોલેજના પ્રમુખ, પ્રોફેસર મેહર માસ્ટર મૂઝેજી એ જણાવ્યું હતું કે , વિશ્વમાં સમાજ અને માનવતાની ભાવના બનાવવા અને સુધારવા માટે ધાર્મિક નેતાઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. દરેક ધર્મ વિવિધ રંગીન ફૂલો જેવો છે . સુંદર ગુલદસ્તામાં પ્રેમની ધૂન સાથે બંધાયેલ, પ્રેમ, શાંતિ અને સુખ માનવતાની વેદી પરના પ્રસાદ સમાન છે . આ અવસરે ડો . સ્ટીફન થોમસનજી, ડો સંજીવ કોરિયાજી અને સતગુરુ દલીપ સિંહજીએ ખાસ કરીને સભામાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વચ્ચે પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન  સુનિલ કનોરિયાજી એ કર્યું હતું અને આભારવિધિ ડો.એચ.પી , કનોરિયાજીએ કરી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.