Abtak Media Google News

સુરતમાં ટોળાએ ટોકીઝમાં પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો

શાહરુખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ પઠાણનો દેશભરના હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ફિલ્મમાં ચિત્રિત દ્રશ્યોના વિરોધ સાથે હિન્દૂ સંગઠનોએ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સુરતમાં પણ એક ટોકીઝમાં તોડફોડ કરીને પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી નાખવાની ઘટના સામે આવી છે.

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. રાંદેર રોડ પરની રૂપાલી ટોકીઝમાં ૮ શખ્સોએ આવીને તોડફોડ કરી હતી, પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, નાના-મોટા પોસ્ટર ફાડી નાખ્યા હતા અને શખ્સોએ ટોકીઝના કર્મીને ધમકાવ્યા હતા. જે બાદ રાંદેર પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવીના આધારે પોલીસો ૮ આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મની અંદર બેશરમ સોંગમાં દીપિકાએ કેસરી બિકનીમાં પહેરતા વિવાદ થયો છે. જેનો હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે હવે રાંદેરમાં પણ હિંદુવાદી સંગઠનોના લોકોએ મુવીના બેનરો ફાડી ફરી એકવાર વિરોધ કર્યો છે.

આ તરફ ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. પીએસઆઇ,પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે. મહત્વપૂર્ણ છે કે ૨૫ જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ

જો કે  ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગૃહ રાજ્ય પ્રધાનના આ આશ્વાસનનો દાવો કર્યો છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ૨૫મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે.

પઠાણ સુરક્ષિત રીતે રિલીઝ થશે : અસમના મુખ્યમંત્રીનું શાહરુખને આશ્વાસન

બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ચાર વર્ષ પછી પોતાની ફિલ્મ સાથે પડદા પર પાછો ફરી રહ્યો છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે ત્યારે વિવાદો પણ ખૂબ થઈ રહ્યા છે. અનેક સ્થળોએ પઠાણની રીલિઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી કે તેમની શાહરુખ ખાન સાથે પઠાણની રીલિઝ બાબતે વાતચીત થઈ છે. અને તેમણે સુરક્ષિત રિલીઝની ખાતરી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે બજરંગ દળના સભ્યો ગુવાહાટીના એક સિનેમા હૉલમાં ઘુસી આવ્યા હતા અને તેમણે ધમાલ મચાવી હતી. પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી કાઢ્યા હતા અને સળગાવ્યા પણ હતા. અસમના મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શાહરુખ ખાન સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે.હેમંત બિસ્વા શર્માએ લખ્યું કે, બોલિવૂડ અભિનેતા શ્રી શાહરુખ ખાને મને ફોન કર્યો અને આજે સવારે લગભગ બે વાગ્યે અમારી વાતચીત થઈ. તેમણે ગુવાહાટીમાં તેમની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન જે ઘટના બની તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને ખાતરી આપી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અમે આ બાબતે તપાસ કરીશું અને તમને ખાતરી આપીએ છીએ કે આ પ્રકારની ઘટના ફરી નહીં બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.