પાટીદારોએ ખાંડા ખખડાવ્યા, નરેશ પટેલએ આગામી મુખ્યમંત્રીને લઈ કરી આ વાત

ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મોટું વર્ચસ્વ ધરાવનાર પાટીદારો દ્વારા ચૂંટણીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ ખોડલધામ કાગવડ મંદિર સાથે ટ્રસ્ટી નરેશ પટેલ અને બીજા અન્ય પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચે એક બેઠક યોજાય છે. જે બેઠકથી ગુજરાતની રાજનીતિમાં ફેરફાર તેમજ ઉથલપાથલની મોટી ચર્ચાઓ પણ થઈ રહી છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી, તે મુદાઓની ચર્ચા આજે અમે આ બેઠકમાં કરી. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી મળ્યા નથી. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી ન હોય. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોયે.’

નરેશ પટેલએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘સમાજની પરિસ્થિતિ પર ઉંજામાં ચર્ચા થઈ હતી, તે બધા પ્રશ્નો પર આજે ફરી ચર્ચા થશે. બેઠકમાં રાજનેતિક, સામાજિક અને શેક્ષણિક ચર્ચાઓ થશે.’ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી વિશે નરેશ પટેલએ કહ્યું કે, ‘ચૂંટણીએ હાજી 15 મહિનાની વાર છે, અને 15 મહિના બહુ લાંબો સમયગાળો ગણાય. ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ચૂંટણી આગળ ઠલવાય શકે. ચૂંટણી બાબતે કઈ કહેવું એ અત્યારે અનિવાર્ય છે.’

AAP વિશે વાત કરતા નરેશ પટેલએ કહ્યું કે, ‘ગુજરાતમાં કોઈ દિવસ ત્રીજો પક્ષ ચાલ્યો નથી. પરંતુ દિલ્હીમાં AAPની કામગીરી જોઈ કહી શકાય કે, AAPને ભવિષ્યમાં ફાયદો થઈ શકે.’ પાટીદારોના અનામતના મુદ્દા વિશે કહ્યું કે, ‘અનામતનો મુદ્દો ઘણા સમય પહેલા ચર્ચાય ગયો છે. હાલ તે મુદ્દો પૂર્ણ થઈ ગયો છે.