Abtak Media Google News

મનગમતી પ્રવૃતિઓમા સતત રત રહેવાથી મનપ્રફ્રુલિત રહે

રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે વિવિધ પ્રવૃતિઓ જેવી કે, પેઇન્ટીંગ્સ, કેરમ, પુસ્તકો, મોટિવેશનલ ફિલ્મ અને ઘણું બધું ફ્રી ટાઈમમાં કરી શકાય તેવું આયોજન મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતાં હાલ અનેક દર્દીઓ રમતાં રમતાં કોરોનાથી મુક્ત થઈ રહ્યાનું  રીક્રીએશન પ્રવૃત્તિના હેડ ડો. મોનાલી માંકડીયા જણાવે છે. ખાસ તો કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલના વાતાવરણમાં પ્રફુલ્લિત રહે તે માટે કોવીડ હોસ્પિટલમાં ખાસ રીક્રીએશન પ્રવૃત્તિ શરુ કરવાનો અમારો મુખ્ય ધ્યેય હતું, જેની ખુબ સારી અસર જોવા મળી રહી છે.

દર્દીઓની રસ-રુચિને અનુરૂપ વિવિધ ઇન્ડોર ગેમ્સ રમવા માટે કેરમ બોર્ડ, ચિત્રકામ કરવા માંગતા દર્દીઓ માટે ડ્રોઈંગ શીટ, કલર્સ, ધાર્મિક અને માહિતીસભર ચોપડીઓ, અને દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે  હોલમાં એક મોટું ટીવી લગાડી તેમાં વિશ્વના પ્રેરણાદાયી વિડીયો કલીપ દેખાડવાની વ્યવસ ઉભી કરી અહીંનું વાતાવરણ હોસ્પિટલ નહિ, પણ કોઈ લાઇબ્રેરી કે મલ્ટી એક્ટિવિટી સેન્ટર હોય તેમ લાગતુ હોવાનુ ડો. મોનાલી જણાવે છે.

આ પ્રવૃત્તિ કી દર્દીઓમાં કેવું પરિવર્તન જોવા મળ્યું છે ? તેના જવાબમાં ડો. મોનાલી જણાવે છે કે,  પહેલા દર્દીઓ સતત સ્ટાફને પી.પી.ઈ. કીટમાં જોઈ ખુબ ગભરાઈ જતા. આખો દિવસ સતત અમને કંઈ ઈ જશે તેવા નકારાત્મક વિચારો કરતા. પરંતુ જ્યારી તેમને પ્રવૃત્તિમય કર્યા છે, ત્યારી તેઓ ખુબ પ્રસન્ન રહે છે. ગુજરાતી નાટકો, કોમેડી ફિલ્મ અને મોટિવેશનલ વિડીયો જોઈ દર્દીઓમાં હકારાત્મક અભિગમ અને ઉત્સાહ સો તેઓની તબિયતમાં ખાસ્સો સુધારો પણ જોવા મળી રહ્યો હોવાનું ડો. માકડીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.