ડાયાબિટીઝના દર્દીઓ પણ આ ખોરાક શિયાળામાં ડાયટ તરીકે લઈ શકે છે

 

ડાયાબિીસના દર્દીઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમ કે કઈ વસ્તુઓ ખાવી કઈ વસ્તુઓ ન ખાવી . મીઠી વસ્તુઓ કેટલી માત્રામાં ખાવી જોઈએ બધી જ બાબતની તકેદારી રાખવી પડતી હોય છે પરંતુ ડાયાબિીસના દર્દીઓની મોટી સમસ્યા હોય છે આ રોગમાં કેવા પ્રકારની ડાયટ કરવી જોઈએ.

અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે. શિયાળના સમયમાં જેમાં લોકો પોતાનાં સ્વાસ્થ્યને વધુ મજબૂત કરવા માંગતા હોય છે પરંતુ આ સમયમાં ડાયાબિીસના દર્દીઓની મોટી મુશ્કેલી એ હોય છે કે શિયાળામાં ડાયટ કેમ કરવી.તો જાણીએ ડાયાબિીસના દર્દીઓને ડાયટમાં કેવો આહાર લેવો જોઈએ.

( ૧.) બાજરો:

સામાન્ય વ્યક્તિને પણ ડોક્ટર ડાયટમાં બાજરાનું સેવન કરવાનું કહેતા હોય છે ડાયાબિટસવાળા દર્દીઓ પણ બાજરાનું સેવન કરી શકે છે.બાજરો શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરે છે, શરીરમાં ગ્લુકોઝ રીસેપ્ટર અને ઇન્સ્યુલિનની ક્ષમતાને વધારે છે.

( ૨.) રાગી:

રાગી પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે રાગીમાં ફાઈબર , આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સની માત્રા પણ ખૂબ વધુ હોય છે તેથી
રાગીના લોટની રોટલી ખાવી ડાયાબિટસના દર્દીઓ માટે હિતાવહ રહે છે.

૩. સલાડ :

કોઈ પણ શાકભાજીનું સલાડ સ્વાસ્થ્ય માટે હિતાવહ જ હોય છે તેથી ડાયાબિટસવાળા દર્દીઓ સલાડનું સેવન ડાયટમાં કરી શકે છે.

૪. લસણ :

લસણના સેવનથી બ્લડશુગર કંટ્રોલ થઈ શકે છે તેથી તેઓ લસણનું પણ સેવન કરી શકે છે.

૫. પાલક :

પાલકના સેવનથી સ્કિનને લગતી સમસ્યા દૂર થાય છે ,પાચનની તકલીફો પણ દૂર થાય છે અને પાલક ડાયાબિટીસના દર્દીઓનું બ્લડશુગર કંટ્રોલ કરી શકે છે તેથી ડાયટમાં પાલક અને પાલકના જ્યુસનું સેવન કરવું જોઈએ.

( ૬.) બીટ :

બીટ ડાયટમાં તો ખૂબ જ મદદરૂપ થાય છે અને સાથે સાથે તેમાં પ્રોટીન ,વિટામિન, કાર્બોહાઇડ્રેટ હોય છે જે ડાયાબિીસના દરદીઓમાં શુગર લેવલ કંટ્રોલ કરે છે.તેથી ડાયાબિટીસના દર્દીઓ બીટને ડાયટ તરીકે લઈ શકે છે.

( ૭.) એક્સરસાઇઝ:

ડાયાબિીસના દર્દીઓને ડાયટ સિવાય ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે રોજ ૪૫ મિનિટ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ.