Abtak Media Google News

રિ૫બ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાની રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત

નાના ધંધાર્થીઓ, મજૂરો, રિક્ષાચાલકોને આર્થિક સહાય રોકડમા ચૂકવવા રી૫બ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ રાજકોટ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે. આ માટે આરપીઆઇના હોદેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમા જણાવ્યા મુજબ હાલ નાના ધંધાર્થી, મજૂરીકામ કરતા મજૂરો, રીક્ષાચાલકોની પરિસ્થિતી ખરાબ હોય અને લોકડાઉન ખુલતા વધારે ખરાબ થશે. રીક્ષાના હપ્તા હોય અથવા મકાન ભાડુ, છોકરા જે સ્કૂલમા ભણતા હોય તે સ્કૂલની ફી, લાઇટબીલ, બીજા પર્સનલ ખર્ચા વગેરેમા વધારો થશે છતા આજદીન સુધી સરકાર તરફથી કોઇપણ પ્રકારની સહાય મળી નથી. સરકાર તરફથી આત્મનિર્ભરતા લોનની યોજના અમલમા મુકેલ હોય,ત્યારે સરકારી બેંકો દ્વારા ૨-જામીન જે બેંકના શેર હોલ્ડર હોવા જોઇએ, અને લોન લેનાર તેમની મીલ્કતને ગીરો મૂકે તો જ લોન પાસ કરે છે, અને લોન પણ પુરી એક લાખની નહીં પરંતુ તેની મરજી મુજબ લોન પાસ કરેછે. અને લોન લેનાર પણ શેર હોલ્ડર હોવો જોઇએ જો ન હોય તો તેણે શેર લેવાનો જેની કિંમત પણ આશરે ૧૫ હજાર જેવી થાય છે આમ આવા ખર્ચાઓના ખાડામાં ઉતારે છે.

આ લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ માગવામા આવતા હોય તો આ લોન કોઇ નાના મઘ્યમ વર્ગીય અને રીક્ષા ચાલક, છુટક નાના ધંધાર્થીઓ માટે નહી પરંતુ કોઇ ઉચ્ચ મઘ્યમ વર્ગીય માણસો માટે હોય તેવુ લાગી રહ્યું છે.ત્યારે નાના ધંધાર્થીઓ, મજૂરોને રોકડ આર્થિક સહાય ચૂકવવા આરપીઆઇના હોદેદારોએ માગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.